Western Times News

Gujarati News

લિંક ઉપર ક્લિક કરતાં ભરૂચના બે વ્યક્તિઓએ પોણા બે કરોડ રૂપિયા ગુમાવ્યા

social media addiction

પ્રતિકાત્મક

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે અડધા લાખ સામે સવા કરોડ તો રેલ્વેના કોન્કર ડેપો ખાતે આસીસ્ટન્ટ મેનેજરે પોણા કરોડ ગુમાવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ

(પ્રતિનિધિ) ભરૂચ, કહેવાય છે ને કે જ્યાં લોભયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મળે બેંકમાં ઈન્વેસ્ટ કરવાની લાલચે ભરૂચના દહેગામના ફરિયાદીએ વધુ વળતર મેળવવાની લાલચે અજાણ્યા ભેજાબાજોની ડમી વેબસાઈટની લિંકમાં ફસાઈ જતા ૧,૨૦,૩૪,૬૨૫ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનાયા હતા

તો બીજી ફરિયાદમાં લુવારા ખાતે આવેલ ભારતીય રેલ્વેના કોન્કર ડેપો ખાતે આસીસ્ટન્ટ મેનેજરે પોણા કરોડ રૂપિયા ગુમાવતા કુલ બે અલગ અલગ ફરિયાદમાં પોણા બે કરોડની છેતરપિંડીની ફરિયાદ ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલી પહેલી ફરિયાદમાં દહેગામના હાફેજી ફળિયામાં રહેતા નુમેર મુસ્તાકઅલી મોહમ્મદ ઈસ્માઈલ પટેલનાઓએ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અજાણયા મોબાઈલના વોટ્‌સઅપ નંબર ૮૯૦૪૬૮૧૯૧૦ ઉપરથી અર્શિતા શર્મા નામની અજાણી વ્યક્તિ ઉપરથી એક લિંક વળી ટેલીગ્રામ યુઝર નામની લિંક આવી હતી

અને તેમની સાથે વાતચીતમાં તેઓએ અલગ અલગ લિંકો મોકલી હતી અને અજાણ્યા ભેજાબાજોએ ફરિયાદી સાથે પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી શરૂઆતમાં ઓનલાઈન ગુગલ મેપ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ શરૂઆતમાં નાની નાની રકમની ચુકવણી કરી

ત્યાર બાદ વધુ એક લિંક ડમી વેબસાઈટ ની મોકલી તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મળવાની ફરિયાદીને લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે જુદા જુદા બેંક એકાઉન્ટ માંથી ફરિયાદી પાસેથી કુલ ૧,૨૦,૮૧,૦૫૪ જમા કરાવડાવી અને કુલ ૪૬,૪૨૫ પરત કરી કુલ રૂપિયા ૧,૨૦,૩૪,૬૨૫ ની અજાણ્યા ભેજાબાજોએ સાયબર ફ્રોડ કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબરમાં નોંધાવતા આઈપીસીની કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦ બી, ઘી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૮ની કલમ ૬૬ સી અને ૬૬ ડી મુજબ ગુનો દાખલ કરી અજાણયા ભેજાબાજોનું પગેરું મેળવવાની કવાયત પીઆઈ વિજય બારડ કરી રહ્યા છે.

તો બીજી ફરિયાદમાં શ્રવણ ચોકડી નજીકના મંગલતીર્થ સોસાયટી અને લુવારા ખાતે આવેલ ભારતીય રેલ્વેના કોન્કર ડેપો ખાતે આસીસ્ટન્ટ મેનેજર પ્રદિપ ગુણવતરાય ભટ્ટ નાઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અજાણ્યા વોટ્‌સએપ ગૃપ ઈન્વસ્ટર એલાઈન્સના ગૃપ એડમીન તરીકે કૃણાલસિંગ નામના અજાણયા વ્યક્તિએ વોટ્‌સઅપ નંબર તથા મીરા ખન્ના કે જેનો વોટ્‌સએપ નંબર પરથી તથા અન્ય એક અજાણયા વ્યક્તિ મળી

ત્રણ વીઆઈપી એકાઉન્ટ સુપરવાઈઝર તરીકેની ઓળખ આપી ફરિયાદી સાથે પૂર્વ આયોજીત કાવતરું રચી ઓનલાઈન સ્કાઈ રેમ કેપીટલ નામની કંપનીની વેબસાઈટ ઉપર ઈન્સ્ટીટ્યુસનલ એકાઉન્ટ ખોલાવી તેમાં સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી

ફરિયાદીને વિશ્વાસમાં લઈને શરૂઆતમાં નાની નાની રકમની ચુકવણી કરાવી ત્યાર બાદ જમા કરાવેલ રકમ નફા સહીત વિડ્રો કરવા માટે અલગ અલગ ચાર્જ રૂપે અલગ અલગ સમયે જુદા જુદા બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવડાવી કુલ ૫૩,૭૦,૬૩૩ લાખ કરાવડાવી છેતરપિંડી કરી ગુનો આચરતા ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.