Western Times News

Gujarati News

દસ્તાવેજો સાથે સતત ગેરહાજર રહેતા 16 પીઆઈ તાબડતોબ કોર્ટમાં હાજર થયા

બાવન કેસમાં કાર્યવાહી ન થતાં ડાયરેકટર ઓફ પ્રોસિકયુશનનો હુકમ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ગંભીર કેસોમાં પોલીસ તપાસના દસ્તાવેજો રજુ નહીં કરવાને લીધે પર જેટલા કેસોમાં કાર્યવાહી ચાલી શકતી નહોતી.જેમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનના ડાયરેકટર અંબાલાલ એ. પટેલે ૧૯ પીઆઈને હાજર રાખીને ત્રણ દિવસમાં તપાસના દસ્તાવેજો રજુ કરવા માટે તાકીદ કરતા આમાંથી ૧૬ પીઆઈ તાબડતોબ સોમવારે સંબંધીત ૧૬ પીઆઈ તાબડતોબ સોમવારે સંબંધીત કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છેકે, ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન કચેરીના ડાયરેકટરોએ તથ્ય પટેલે સહીતના સાત જેટલા ગંભીર કેસોના ખાસ સરકારી વકીલો પાસેથી દર પંદર દિવસે કેસની માહિતી મેળવવાનું ચાલુ કર્યું છે. આ ઉપરાંત નવા કાયદા અંગે પોલીસ અને સરકારી વકીલોને ટ્રેનીગ અપાઈ રહી છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડીશનલ ડીસ્ટ્રીકટ જજે ગંભીર ગુનાઓમાં અસલ તપાસના દસ્તાવેજો કોર્ટમાં રજુ નહી થવાના કારણે કેસો ઓપન થઈ શકતા નથી. આ બાબતે સરકારી વકીલને વખતે વખત જાણ કરવામાં આવી હતી. આમ છતાં પોલીસ તપાસના અસલ દસ્તાવેજો રજુ કરવામાં આવતા નથી. જેથી પુરાવાનું લીસ્ટ રજુ નહીં થાય તો કેસની કાર્યવાહી લીસ્ટ વગર ચાલુ કરવાની ફરજ પડશે તેવો પત્ર ડીજીપી ઓફીસ, ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી સહીતને લેખીત જાણ કરી હતી.

જેથી ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીએ આનદનગર, અસલાલી, બોડકદેવ, બોપલ, ચાંગોદર, ધંધુકા, ધોલેરા કણભા, નિકોલ, ઓઢવ, સાબરમતી સાણંદ, જીઆઈડીસી સરખેજ, સેટેલાઈટ સોલા, વાડજ, વસ્ત્રાપુર અને વેજલપુર ૧૯ પોલીસ મથકના પીઆઈને ૧રમીને સોમવારના રોજ સવારે ૧૧ વાગે હાજર રહેવા પત્ર લખીને અમદાવાદ પોલીસ કમીશ્નર અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના અધીક્ષકને જાણ કરી હતી.

જેના પગલે આજે ૧૬ પોલીસ મથકના પીઆઈ ગાંધીનગર હાજર થયા હતા અને તેમના પોલીસ મથકના પડતર કેસોનો દસ્તાવેજો ત્રણ દિવસમાં જમા કરવા માટે તાકીદ કરી હતી. જયારે ત્રણ પોલીસ મથકના પીઆઈએ લેખીત રીપોર્ટ રજુ કર્યો હતો. જોકે, ગેરહાજર રહેલા પીઆઈના પોલીસ મથકને પડતર કેસોની વિગતો આપીને ત્રણ દિવસમાં કેસ પેપર જમા કરાવવા માટે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.