Western Times News

Gujarati News

બાંધકામ સાઇટ પર ટાવર ક્રેઇનનો ઉપયોગ કરતાં પહેલા સેફટી સર્ટીફીકેટ લેવાના રહેશે

નાગરિકોની મિલ્કતો અને ટ્રાફિક ને અડચણ ના થાય તેની તકેદારી બાંધકામ કરનારે રાખવી પડશે.

માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર કેનના ઇરેક્શન, હાઈટ ડિસમેન્ટલ અને ઓપરેશન અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેનના ટેકનીકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઇઝિંગ એન્જિનીયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન હદ વિસ્તારમાં બાંધકામની સાઈટ પર બાંધકામ કરનાર ડેવલોપર દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર  ટાવર ક્રેઇનના ઉપયોગ થાય છે.

આ ટાવર ક્રેઇનના ઈન્સ્ટોલેશન/ ઓપરેશન ની કામગીરી દરમિયાન આ કામગીરી સાથે સંકળાયેલા મજૂરો, આજુબાજુની મિલકતો, નાગરિકો તેમજ વાહનોની જાહેર સલામતી  જળવાય તે માટે મ્યુનિસિપલ. કમિશનરે એસ.ઓ.પી.જાહેર કરી છે. જેમાં નાગરિકો અને તેમની મિલ્કતોને નુકશાન ન થાય તેમજ વાહન વ્યવહાર જળવાય તે માટે સૂચન કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરે ટાવર ક્રેઇનના વપરાશ અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ એસ્ટેટ વિભાગ ઘ્વારા બાંધકામની વિકાસ પરવાનગી અપાયેલ હોય અને બાંધકામની કામગીરી માટે કન્સ્ટ્રકશન સાઈટ પર સ્થળે કોઇ પણ પ્રકારની ટાવર ફ્રેન ઈન્સ્ટોલેશન/ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં  કન્સ્ટ્રકશન માટેની ટાવર કેન ઇન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ 1948 મુજબ સેફટી રિપોર્ટ અને સેફ્ટી સર્ટિફિકેટ રજાચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.

માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર કેનના ઇરેક્શન, હાઈટ ડિસમેન્ટલ અને ઓપરેશન અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેનના ટેકનીકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઇઝિંગ એન્જિનીયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે તથા ટાવર કેન અને તેના પાર્ટસની સલામતીના રિપોર્ટ રજૂ કરવાના રહેશે.

ટાવર કેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત તથા સંલગ્ન રસ્તા પરથી પસાર થતા લોકોની જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની તથા સલામતીની સંપૂર્ણ જવાબદારી ટાવર કેન સંચાલકો તથા માલિક/ ડેવલોપર્સની રહેશે.

ટાવર કેનનો ઉપયોગ પ્લોટ હદની બહાર થતો હોય તેમજ કામગીરી દરમિયાન ટ્રાફિકને અસર થાય તેમ હોય તો જરૂર જણાવે પોલીસ કલીયરન્સ મેળવી લેવાનું રહેશે,

ઓવરહેડ ઇલેકટ્રીક લાઈન, હાઈ ટેન્શન મીડ લાઈન, ઓઈલ/ ગેસ વિગેરે પાઈપલાઈનોથી નિયત કન્ટ્રોલલાઈન મુજબનું સલામત અંતર જાળવીને ટાવર ક્રેનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન કરવાનું રહેશે. ટાવર કેનના ઉપરના ટોચનાં ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઈટ જોગવાઈ કરવાની રહેશે.તથા વખતોવખત તેનું ચેકીંગ કરવાનું રહેશે. ટાવર કેન અંગે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સલામતી અંગે જરૂરી કોર્ડન/સલામતીની સંજ્ઞાઓ(સાઈનેજ) વિગેરેનું સ્થળે ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.