Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં શેખ હસીના સામે હત્યાનો કેસ દાખલ કરાયો

નવી દિલ્હી, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના, તેમના બે વરિષ્ઠ પ્રધાનો અને બરતરફ કરાયેલા પોલીસ વડા સહિત છ અન્ય લોકોએ હત્યાના આરોપોનો સામનો કરવો પડશે. ૫ ઓગસ્ટે રાજીનામું આપીને ભારત ભાગી આવ્યા પછીથી હસીના વિરુદ્ધ દાખલ થયેલો આ પ્રથમ કેસ છે.

ગયા મહિને થયેલી હિંસક અથડામણો દરમિયાન કરિયાણાની દુકાનના માલિકના મૃત્યુના મામલે હસીના અને બીજા છ વ્યક્તિઓ સામે આ કેસ દાખલ થયો છે. કોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાજેશ ચૌધરીએ પોલીસને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં આરોપી તરીકે અવામી લીગના જનરલ સેક્રેટરી અને ભૂતપૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓબેદુલ કાદર, ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન, બરતરફ પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) અબ્દુલ્લા અલ મામુન, ઢાકાના પોલીસ કમિશનર હબીબુર રહેમાન, એડિશનલ આઈજીપી હારુન અને એડિશનલ જોઈન્ટ કમિશનર બિપ્લબ કુમારના નામો છે.

આ બે પ્રધાનો ગુપ્ત રીતે દેશ છોડીને ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. પોલીસ અધિકારીઓનો પણ કોઇ પતો નથી. આવા ગંભીર આરોપથી શેખ હસીના માટે બાંગ્લાદેશમાં પરત ફરવાનું મુશ્કેલ બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.