Western Times News

Gujarati News

ફિલ્મ ‘સ્ત્રી ૨’એ ‘કલ્કિ’ ફિલ્મને એડવાન્સ બુકિંગમાં માત આપી

મુંબઈ, એડવાન્સ બુકિંગમાં ‘સ્ત્રી ૨’ને આભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે આ વર્ષે સૌથી મોટુ ઓપનિંગ મેળવનારી બોલિવૂડ ફિલ્મ તરીકે ‘સ્ત્રી ૨’ને સ્થાન મળે તેવી શક્યતા છે. એડવાન્સ બુકિંગમાં પહેલા દિવસે આ ફિલ્મે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ હિન્દી અને ‘ફાઈટર’ને પછડાટ આપી છે.

સ્વતંત્રતા દિવસે રિલીઝ થઈ રહેલી ‘સ્ત્રી ૨’નો એડવાન્સ બુકિંગમાં સારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમર કૌશિકના ડાયરેક્શનમાં બનેલી ‘સ્ત્રી ૨’ માટે ગુરુવારનો પહેલો દિવસ રૂ.૨૦ કરોડનો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. એડવાન્સ બુકિંગમાં પહેલા દિવસે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ અને ‘ફાઈટર’નું કુલ હિન્દી કલેક્શન રૂ.૨૨.૫ કરોડ હતું.

સોમવારે સવારે ૯ સુધીમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મની ૧.૨ લાખ ટિકિટ્‌સ વેચાઈ હતી. આ ફિલ્મે અત્યારસુધી ૪.૦૯ કરોડનું ગ્રોસ કલેક્શન મેળવી લીધું છે જે લેટેસ્ટ રિલીઝ ‘ઔરો મેં કહાં દમ થા’ અને ‘ઉલઝ’ કરતાં વધારે છે. ‘સ્ત્રી ૨’માં મોટાં સ્ટાર્સ અને તોતિંગ બજેટ નહીં હોવા છતાં ઓડિયન્સમાં ઉત્સુકતા જોવા મળે છે.

પહેલા દિવસની શરૂઆત ફિલ્મ મેકર્સની અપેક્ષા કરતાં પણ વધારે સારી રહેવાનો અંદાજ છે. સ્વતંત્રતા દિવસે સ્પોટ બુકિંગના ધસારાને જોતાં આ ફિલ્મ પહેલા દિવસે ભારતમાં રૂ.૩૦ કરોડનું નેટ કલેક્શન નોંધાવે તો પણ નવાઈ જેવું નથી. સ્વતંત્રતા દિવસે ‘સ્ત્રી ૨’ની સીધી ટક્કર ‘ખેલ ખેલ મૈં’ અને ‘વેદા’ સાથે થવાની છે.

બંને ફિલ્મોના એડવાન્સ બુકિંગમાં ખાસ ઉત્સાહ હજુ દેખાયો નથી. અક્ષય કુમારની ફિલ્મની ૨૦૦૦ ટિકિટ્‌સ અને જ્હોન અબ્રાહમની ફિલ્મની ૬૦૦૦ ટિકિટ હજુ વેચાઈ છે. જેને જોતાં ‘સ્ત્રી ૨’નો માર્ગ ઘણો સરળ દેખાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.