Western Times News

Gujarati News

‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે

મુંબઈ, શિવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ જેમાં સૂર્યા લીડ રોલમાં છે, તેવી ‘કંગુઆ’નું ટ્રેલર સોમવારે લોંચ થયું. જેમાં બોબી દેઓલ અને દિશા પટ્ટણી પણ લીડ રોલમાં જોવા મળે છે.

આ ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરીની ઝલક જોવા મળે છે, સાથે જ એવી રીતે ટ્રેલર બનાવાયું છે કે, પ્લોટ વિશે ખાસ ખ્યાલ પણ આવતો નથી. સૂર્યા દ્વારા એક્સ પર ‘કંગુઆ’નું ટ્રેલર શેર કરીને તેમને બર્થડે પણ વિશ કરવામાં આવ્યો હતો.

તેણે લખ્યું,“આપણે એક ટીમ તરીકે સાથે મળીને જે કંઈ કર્યું છે, તેના માટે હું ખુબ ગૌરવ અનુભવું છું, ધન્યવાદ, વ્હાલા શિવા તને જન્મદિવસની ખુબ શુભકામનાઓ. તમારા બધા માટે આ રહ્યું અમારું કંગુઆનું ટ્રેલર.” આ ટ્રેલર ૨ મિનિટ અને ૩૭ સેકન્ડનું છે, જેની શરૂઆત એક વૃદ્ધ સ્ત્રીના અવાજ સાથે થાય છે,“અમે આ જે ટાપુ પર રહીએ છીએ તેમાં ઘણાં રહસ્યો વિખેરાયેલાં પડ્યાં છે.

પરંતુ એ બધાંમાં જે સૌથી વધુ હચમચાવી દેનારું છે તે…” ત્યાર બાદ ટ્રેલરમાં સૂર્યા અને બોબી દેઓલના પાત્રો દેખાડાયાં છે, જેઓ પોતાની કબીલાના સરદાર છે અને વીર યોદ્ધાઓ છે. ટ્રેલર પરથી અંદાજ આવે છે કે તેઓ બંને એકબીજાના વિરોધી આગેવાનો હશે જે ફિલ્મમાં એકબીજા સામે લડતાં દેખાશે. તમિલ ભાષામાં કંગુઆનો અર્થ આગ થાય છે અને ટ્રેલર પરથી તો આ શીર્ષક ફિલ્મ સાથે બિલકુલ બંધબેસતું હોય એવું લાગે છે.

જોકે, આ ટ્રેલરમાં પહેલાં આ ફિલ્મ જે કથા પર આધારિત હોવાની વાતો કરવામાં આવેલી, તે કથાનો કોઈ અણસાર આવવા દેવાયો નથી. અગાઉ સૂર્યાએ જે પોસ્ટર શેર કરેલુ તેમાં તેના બે અવતાર હોય તેવું દેખાતું હતું, જેમાં તે એક કબીલાનો યોદ્ધા અને બીજા મોડર્ન અવતારમાં દેખાતો હતો. હજુ સુધી ટ્રેલર કે કોઈ પણ પોસ્ટરમાંથી ફિલ્મની વાર્તા વિશે કોઈ સ્પષ્ટતા જણાતી નથી.

દિશા પટાણી અને બોબી દેઓલ બંને આ ફિલ્મ સાથે તમિલ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૦ ઓક્ટોબરે થિએટરમાં રિલીઝ થશે. તેમજ તે હિન્દી સહિતના ભાષાઓમાં ડબ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.