ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0: ધ જર્ની ઓફ ન્યુ જનરેશન એક મિલિયન તેજસ્વી યુવાનોને મળશે નવી તકો
ગુજરાત STEM ક્વિઝ 3.0 માં દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં માત્ર ગુજરાતમાંથી 9,80,531 અને અન્ય રાજ્યોમાંથી 32,008 વિદ્યાર્થીઓ- અમદાવાદ 1,10,893 વિદ્યાર્થીઓની નોંધણી સાથે પ્રથમ ક્રમાંકે
સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગુજરાત STEM ક્વિઝ 3.0 – ધ જર્ની ઓફ એ ન્યૂ જનરેશનનાં શુમારંભની ગર્વથી જાહેરાત કરે છે , ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વાકાંક્ષી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્વિઝ પ્રોગ્રામ. દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોમાંથી 10,12,539 વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ નોંધણી સાથે, ગુજરાત STEM ક્વિઝ 3.0 એ દેશની સૌથી મોટી STEM ક્વિઝ તરીકે પ્રસ્થાપિત થઇ છે, જે શૈક્ષણિક જગતમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વ્રુત્તિ અને સમસ્યા હલ કરવાની કુશળતાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ ગુજરાત STEM ક્વિઝ 3, યુવા વિદ્યાર્થીઓને ક્વિઝ-આધારિત શિક્ષણમાં જોડાવા માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પહેલ માત્ર STEM વિષયોમાં તેમના જ્ઞાનને મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ તેમને આપણા રાષ્ટ્રના ભાવિ નેતાઓ અને સંશોધકો બનવા માટે પણ તૈયાર કરે છે.
આ પ્રસંગે ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી વિભાગનાં અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, IAS જણાવ્યુ હતું કે ગુજરાત STEM ક્વિઝ 3.0 એ વૈજ્ઞાનિક જિજ્ઞાસા કેળવવા અને યુવા વિદ્યાર્થીઓને કેળવવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ છે. આ ક્વિઝમાં સામેલ થવાથી વિદ્યાર્થીઓના STEM વિષયનાં જ્ઞાનમાં વધારો થશે અને ભવિષ્યના નેતૃત્વ માટે જરૂરી કૌશલ્યોનો વિકાસ થશે. ભારતભરના વિદ્યાર્થીઓ માટે એક વિસ્તૃત અને સમૃદ્ધ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં અમને ખૂબ જ ગર્વ છે.
રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થીઓની જબરજસ્ત ભાગીદારી આપણા દેશના ભવિષ્યને ઘડવામાં STEM શિક્ષણની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરે છે. આ ક્વિઝ દ્વારા, અમારો ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જુસ્સો જગાડવાનો છે, વિદ્યાર્થીઓને નવા આયમો શોધવા અને નવીનતાની સીમાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC-ISRO), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભારતની આ સૌથી મોટી સ્ટેમ ક્વીઝમાં સહયોગી સંસ્થાઓ છે. આ ઉપરાંત ગુજરાત સાયન્સ સિટી વેન્યુ પાર્ટનર તેમજ મીડિયા પાર્ટનર તરીકે DD ગિરનાર અને ટેકનોલોજી પાર્ટનર તરીકે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) છે.
ગુજરાત STEM ક્વિઝ 3.0 એ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ તે એક શૈક્ષણિક સફર છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને STEM ની દુનિયામાં ઊંડા ઉતરવા માટે પ્રેરિત કરે છે. વિદ્યાર્થીઓને તેમની તૈયારીમાં મદદ કરવા માટે GUJCOST એ વિવિધ STEM વિદ્યાશાખાઓનાં 7,000 થી વધુ પ્રશ્નો સાથે કાળજીપૂર્વક ક્વિઝ બેંક તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ પ્રથમ મોક ટેસ્ટમાં ભાગ લેશે, ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં ઓનલાઈન પ્રિલિમિનરી ટેસ્ટ થશે.
પ્રારંભિક રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજ્ય-સ્તરની STEM ક્વિઝમાં આગળ વધશે, જે નવેમ્બર 2024માં પ્રતિષ્ઠિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગ્રાન્ડ ફિનાલેમાં પરિણમશે. ટોચનું પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. 2.00 કરોડના ઈનામોથી નવાજવામાં આવશે. તેમજ તેમને NFSU, ગાંધીનગર ખાતે બૂટ કેમ્પમાં જોડાવાની અને ડીઆરડીઓ, જોધપુર; અને BARC, મુંબઈ; SAC-ISRO, અમદાવાદ જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની અમુલ્ય તક મળશે.
ગુજરાત STEM ક્વિઝ 3.0 એક પરિવર્તનશીલ અનુભવ બનવા માટે તૈયાર છે, જે આવનારી પેઢીના નાગરિકોને જાગૃત, વૈજ્ઞાનિક રીતે જાગૃત અને આવતીકાલના પડકારોનો સામનો કરવા માટે જરૂરી સમસ્યા-નિવારણ કૌશલ્યોથી સજ્જ બનવા માટે પ્રેરિત કરે છે. આ ઇવેન્ટ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનું વ્યાપક ધ્યાન આકર્ષિત કરશે, જે તેની પહોંચ અને અસરને આગળ વધારશે.