Western Times News

Gujarati News

મેટલમેન ઓટો લિમિટેડે સેબીમાં DRHIP ફાઇલ કર્યું

પ્રતિકાત્મક

મેટલમેન ઓટો લિમિટેડે (“મેટલમેન” અથવા “કંપની”) તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં ફાઇલ કર્યું છે.

કંપની શીટ મેટલ, ટ્યુબ્યુલર ફેબ્રિકેશન, મેટલ ફિનિશિંગ અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“ઓઈએમ”) માટે ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ સેક્ટરમાં કમ્પોનેન્ટ્સની એસેમ્બલી માટેની વન સ્ટોપ શોપ છે.

કંપની રૂ. 3,500 મિલિયન (રૂ.  50 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,26,36,162 ઈક્વિટી શેર સુધીના વેચાણની ઓફરનો સમાવેશ કરતી ઈક્વિટી શેર કેપિટલ (દરેકની ફેસ વેલ્યુ રૂ. 2)ના આઈપીઓ દ્વારા ફંડ ઊભું કરવાની યોજના ધરાવે છે (“કુલ ઇશ્યૂ સાઇઝ”).

કંપની આ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો આ પ્રમાણે ફંડિંગ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (1) નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2026 માં રોકાનાર અંદાજે રૂ. 250 મિલિયન (રૂ. 25 કરોડ) જેટલી રકમને પીથમપુર મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટેના મૂડી ખર્ચના આંશિક-ધિરાણ માટે (2) નાણાંકીય વર્ષ 2025 માં રોકાણ કરવામાં આવનાર અંદાજે રૂ. 2,400 મિલિયન (રૂ. 240 કરોડ)ના જેટલી રકમની કંપની તથા મેટલમેન માઇક્રો ટ્યૂનર્સના કેટલાક ઋણની સંપૂર્ણ અથવા આંશિક પુનઃચૂકવણી/પૂર્વચૂકવણી માટે તથા બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“ઇશ્યૂનો હેતુ”).

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાનાર ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“એનએસઈ”) પર લિસ્ટ કરવાની યોજના છે (“લિસ્ટિંગ વિગતો”).

 એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.