Western Times News

Gujarati News

જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો ફરી મેદાનમાં

ગાંધીનગર, સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યા છે. ‘એક હી વિઝન, એક હી મિશન’ જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે.

શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલા જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણા પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા ઉપાધ્યાક્ષ પલ્લવી પટેલે જણાવ્યું કે, ૨૦૦૫ પહેલાની જે જૂની પેન્શન યોજનાને સરકારે અગાઉ ધરણા કાર્યક્રમ વખતે સ્વિકારી હતી, છતાં વારંવાર મહાસંઘ દ્વારા રજૂઆત કરી છતાં પણ લાગુ નથી પડાઈ. પેન્શન એ દરેકનો અધિકાર છે. ગયા વર્ષે પણ અમે સરકારને વિનંતી કરી હતી છતાં ગુજરાતની સરકારે આપેલુ વચન પાળ્યું નથી.

આજ સાંજ સુધી અમારી માંગણીને સ્વિકારો. અમારી જૂની પેન્શન યોજનાની જે માંગણી છે જે પુનઃ ૨૦૦૫ પહેલાનાઓને તો આપો જ અને ૨૦૦૫ પછીના શિક્ષકો પણ આ પેન્શન લેવાના હકદાર છે તો તેઓને પણ પેન્શન આપો. ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, અગાઉ હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર, ૐ્‌છ્‌ના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો,

ભરતીનો રેશિયો ૧ઃ૨ કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ૪૨૦૦ ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.