Western Times News

Gujarati News

બગીચામાં ફરવા લઈ જવાનું કહીને પેથાપુરના એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદ-ગાંધીનગરની પોકસો કોર્ટે કેદ સહિત ૧પ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો-

ગાંધીનગર, ગાંધીનગરમાંથી ઓગસ્ટ- ર૦રરમાં એક સગીરાને ફરવા લઈ જવાની લાલચ આપી પેથાપુર-મહુડી હાઈવે પરના ગેસ્ટ હાઉસમાં કુકર્મ આચરનાર સેકટર-૧૩માં રહેતા આરોપીને ગાંધીનગર પોકસો કોર્ટે ર૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૧પ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

સેકટર-૧૩ પ્લોટ નંબર-ર૭૧/૧માં રહેતો જયેશ મહેન્દ્રભાઈ રાઠોડ રિક્ષા ચલાવે છે. એક સગીરાના ઈજાગ્રસ્ત નાના ભાઈને સારવાર માટે લેવા મુકવા આવતો જતો હતો. ત્યારથી જયેશ રાઠોડ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે સગીરા સ્કુલે જવાનું કહીને ઘરેથી ગઈ હતી પરંતુ તે સ્કુલમાં ગઈ નહી હોવાની માતાને જાણ થઈ હતી. સ્કુલમાં તપાસ કરતા સગીરા સ્કૂલમાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

તે પછી સાંજે ૪ વાગે સગીરા ઘરે પહોંચી ત્યારે તેની માતાએ વિશ્વાસમાં લઈને પૂછતા તેણે કબુલાત કરી હતી કે, ત્રણેક મહિના પહેલા નાનો ભાઈ પડી ગયો ત્યારે જયેશ રાઠોડ રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો ત્યારથી અવાર નવાર સારવાર અર્થે જયેશ મળતો હતો અને લગ્નની લાચ આપતો હતો. આજે સવારે પોતે સ્કૂલે જઈ રહી હતી

ત્યારે ગાડી લઈને આવેલા જયેશે બગીચામાં ફરવા લઈ જવાનું કહીને પેથાપુર મહુડી હાઈવે ઉપરના એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો ત્યારે નાના ભાઈને મારી નાખવાની ધમકીઓ આપી તેણે દુષ્કર્મ આચર્યું હતું. તે પછી રસ્તા પર ઉતારીને જતો રહ્યો હોવાની વાત તેણે કરી હતી. તે અંગે સેકટર-૭ પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કીર હતી.

જે કેસ ગાંધીનગર સ્પે. પોકસો કોર્ટમાં બીજા એડી સેશન્સ જજ એસ.ડી. મેહતાની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ સુનીલ એસ પંડયાએ દલીલો કરેલી કે, આરોપીએ સગીરાની મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યો હતો. સમાજમાં આવા ગુના ન બનેતે માટે આરોપીઓને વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. તેવી દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી જયેશ રાઠોડને ર૦ વર્ષની સખ્ત કેદ અને ૧પ હજારનો દંડ ફટકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.