Western Times News

Gujarati News

શાળાનું પ્રથમ સત્ર શરૂ થયાને બે મહિના થયા છતાં પુસ્તકોના ઠેકાણા નથી

સાંતલપુરની ૯૩ પ્રાથમિક શાળાઓમાં ધો.૩થી૮ ના પાઠયપુસ્તકો મળ્યા જ નથી

પાટણ, પાટણના અંતરિયાળ વિસ્તાર સાંતલપુર તાલુકાના ૯૩ પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ ની શાળામાં ગુજરાતી, ગણિત સહિત વિગેરે વિષયના મળી ૪,૦૪૯ બાળકોને હજુ પાઠયપુસ્તકો જ મળ્યા નથી.

મુખ્ય સેન્ટર પર પુસ્તકો જ નહીં મળતા શાળામાં પણ પૂરતા પુસ્તકો નહિ પહોંચતા વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. બીજી તરફ ધો.૬ અને ૭માં ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ પણ બદલાઈ ગયો હોવાથી વગર પાઠયપુસ્તકોને કારણે વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.

પાટણના સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકામાં પૂરતા પાઠયપુસ્તકો જ વિદ્યાર્થીઓને નહિ મળતા શિક્ષણ વિભાગની પોલ ખુલવા માંડી હતી. સત્ર ચાલુ થયાના બે મહિના બાદ પણ શાળાના ધો.૩ થી ૮ ના બાળકોને પાઠયપુસ્તકો ના મળતા વગર વિદ્યાર્થીઓને વગર પાઠયપુસ્તકોએ ભણવાનો વારો આવ્યો છે. શાળામાં પૂરતા પાઠયપુસ્તકો બાબતે પણ તંત્ર ગંભીર નહિ રહેતા

અને શાળામાં પૂરતા પાઠયપુસ્તકો પહોંચાડવાની પૂરતી વ્યવસ્થા નહિ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સાંતલપુર તાલુકા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી હરખાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાઠયપુસ્તકો મંગાવી લેવામાં આવ્યા છે. બે દિવસમાં દરેક શાળાઓમાં ઘટતા પાઠયપુસ્તકો પહોંચાડી દેવામાં આવશે. દરેક શાળાઓમાં પગાર કેન્દ્ર શાળામાંથી જ પાઠય પુસ્તકો પહોંચાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.