Western Times News

Gujarati News

મહિલા અને તેની દિકરીને માર મારી ગાળો બોલીને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બે ઇસમોએ ગામની એક મહિલા અને તેની દિકરીને લાકડીના સપાટા મારી ગાળો બોલીને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવા બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ તા.૧૪ મીના રોજ સાંજના સવાનવ વાગ્યાના અરસામાં ગોવાલી ગામનો હરેશ મગનભાઈ પાટણવાડીયા નામનો ઈસમ ફળિયામાં રહેતી નયનાબેન પ્રવિણભાઈ રોહિતના ઘરે આવ્યો હતો તે સમયે નયનાબેન અને તેમની દિકરી હિરલબેન તેમજ દિકરો પ્રતિક ત્રણેય ઘરમાં બેઠેલા હતા.હરેશ પાટણવાડીયા નયનાબેનના દિકરા પ્રતિક વિષે પુછતો હતો અને પ્રતિકને શોધવા લાગ્યો હતો.

આ સમય દરમિયાન પ્રતિક ઘરના પાછળના ભાગેથી નીકળીને ત્યાંથી ભાગી ગયો હતો.પ્રતિક ઘરમાં નહિ મળતા હરેશ ફરીથી ઘરમાં આવીને પ્રતિક વિષે પુછવા લાગ્યો હતો અને બન્ને માદિકરીને ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન ગામનો સંજય નટુભાઈ પાટણવાડીયા નામનો ઈસમ પણ હાથમાં લાકડીનો સપાટો લઇને આવ્યો હતો

અને ત્યાર બાદ બન્ને ઇસમો માતાપુત્રીને લાકડીના સપાટા અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા, અને જાતિ વિષયક અપશબ્દો બોલીને કહેતા હતા કે તમને અમારા ફળિયામાં રહેવા નહિ દઈએ. તમારું ઘર પણ સળગાવી દઈશું.આ દરમ્યાન ફળિયાના લોકો ભેગા થઈ જતા તે બન્ને ઈસમો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.અગાઉના ઝઘડાની રીશ રાખીને આ ઝઘડો કરાયો હોવાનું જણાવાયું હતું. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

ઘટના સંદર્ભે હિરલબેન રોહિતની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે નામનો ઈસમ પણ હાથમાં લાકડીનો સપાટો લઈને આવ્યો હતો અને ત્યાર બાદ બન્ને ઈસમો માતાપુત્રીને લાકડીના સપાટા અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો બોલીને કહેતા હતા કે તમને અમારા ફળિયામાં રહેવા નહિ દઈએ.

તમારું ઘર પણ સળગાવી દઈશું.આ દરમ્યાન ફળિયાના લોકો ભેગા થઈ જતા તે બન્ને ઇસમો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. અગાઉના ઝઘડાની રીશ રાખીને આ ઝઘડો કરાયો હોવાનું જણાવાયું હતું.ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.ઘટના સંદર્ભે હિરલબેન રોહિતની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે હરેશ મગનભાઈ પાટણવાડીયા અને સંજય નટુભાઈ પાટણવાડીયા બન્ને રહે.ગામ ગોવાલી તા. ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.