Western Times News

Gujarati News

સુરતથી બાઈકો ચોરી કરી ગામડાઓમાં વેચી મારતા ઓચ્છણ ગામનાં ત્રણ ચોર ઝડપાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સુરત શહેરના અલગ અલગ વિસ્તાર માંથી મોટર સાયકલોની ચોરી કરી તેમાંથી સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની કુલ ૫ મોટર સાયકલ તથા અલગ અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ બ્રાંચની ટીમે ઝડપી વાગરા પોલીસને સોંપ્યા હતાં.

ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે પોલીસ ઈન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઈમ બ્રાન્યની અલગ અલગ ટીમ બનાવી, વાહન ચેકીંગ, ડીકોય વિગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

તે દરમ્યાન એલ.સી.બી ના પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.એ.તુવર નાઓની ટીમ ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે હેતુથી ગઈ કાલે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.આ દરમ્યાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મુળ ઓચ્છણ ગામનો રહેવાસી સુફીયાન સલીમ પટેલ

તથા ઓચ્છણ ગામના જાવીદ આદમ બગસ તેમજ રીયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર સાઇકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચી મારે છે અને હાલ આ ત્રણેય નમૂનાઓ ઓચ્છણ ગામે નંબર વગરની સ્પેલન્ડર મોટર સાયકલ લઈને ફરે છે અને વેચવાની ફિરાકમાં છે.જે માહિતીના આધારે એલ.સી.બી ની ટીમ વોચ તપાસમાં રહી

ઓચ્છણ ગામના પાટીયા નજી બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પેલન્ડર મોટર સાયકલ સાથે ત્રણેયને ઝડપી પાડી ઇ્‌ર્ં ને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબ્જો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તેઓ રજુ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા.જેથી પોલીસે પોકેટકોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલીકનો સંપર્ક કરતા સદર મો.સા સને ૨૦૧૮ માં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્‌યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.