ઇકોમ એક્સપ્રેસે રૂ. 2600 કરોડ સુધીના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું
ઇકોમ એક્સપ્રેસ લિમિટેડ નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતના એકમાત્ર પ્યોર-પ્લે ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. (સ્રોતઃ રેડસીર રિપોર્ટ). ઇકોમ એક્સપ્રેસની દેશવ્યાપી પહોંચ 27,000 થી વધુ પીનકોડને આવરે છે અને તે 31 માર્ચ, 2024 મૂજબ તેના પિઅર્સ વચ્ચે સૌથી વ્યાપક કવરેજ ધરાવે છે
(સ્રોતઃ રેડસીર રિપોર્ટ) તેમજ 31 માર્ચ, 2024 સુધીમાં 317 નેટવર્ક (સોર્ટિંગ હબ, પ્રોસેસિંગ સેન્ટર્સ, રિટર્ન સેન્ટર્સ અને ફુલફિલમેન્ટ સેન્ટર્સ) અને 3,421 ડિલિવરી સેન્ટર્સ તથા ઇકોમ એક્સપ્રેસ દ્વારા કવર કરાયેલા પીનકોડ સામૂહિક રીતે ભારતની લગભગ 97 ટકા વસતીને આવરી લે છે. (સ્રોતઃ રેડસીર રિપોર્ટ).
ઇકોમ એક્સપ્રેસ લિમિટેડ (“ઇઇએલ” અથવા “કંપની”)એ રૂ. 26,000 મિલિયન (“રૂ. 2,600 કરોડ”) (“કુલ ઇશ્યૂ સાઇઝ”) સુધીના ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 1)ના કુલ ઇશ્યૂ સાઇઝના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ ઊભું કરવા માટે બજાર નિયામિક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
આ ઓફરમાં રૂ. 12,845 મિલિયન (રૂ. 1284.50 કરોડ) (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 13,155.00 મિલિયન (રૂ. 1,315.50 કરોડ) (“ઓફર ફોર સેલ”) સુધીનો ઓફર ફોર સેલ સામેલ છે.
કંપની પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપયોગ – (1) રૂ. 3874.41 મિલિયન (રૂ. 387.44 કરોડ)ની અંદાજિત રકમ સાથે ઓટોમેશન સાથે નવા પ્રોસેસિંગ સેન્ટર્સ અને નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સની સ્થાપના માટે મૂડી ખર્ચ કરવા, (2) અંદાજે રૂ. 737.12 મિલિયન (રૂ. 73.71 કરોડ)ના ખર્ચે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજીકલ અને ડેટા સાયન્સ ક્ષમતાઓમાં વધારો કરવા, (3) અંદાજે રૂ. 2,392.30 (રૂ. 239.23 કરોડ)ના ખર્ચ સાથે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજીકલ અને ડેટા સાયન્સની ક્ષમતા વધારવા, (4) કંપની દ્વારા અંદાજે રૂ. 879.19 મિલિયન (રૂ. 87.91 કરોડ)ની રકમની વ્યાજની ચૂકવણી સહિત કંપની દ્વારા લેવાયેલા ઋણની સંપૂર્ણ ચૂકવણી અથવા આંશિક ચૂકવણી માટે તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. (“ઇશ્યૂનો ઉદ્દેશ્ય”).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (“એનએસઇ”) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે. (“લિસ્ટિંગ વિગતો”).
એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને યુબીએસ સિક્યુરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) છે.