Western Times News

Gujarati News

કોલકાતા ડોક્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો

Supreme court of India

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ દ્વારા મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવશે

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે રવિવારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા જુનિયર ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠ મંગળવાર (૨૦ ઓગસ્ટ) એ આ મામલાની સુનાવણી કરશે.

ભારતની સર્વોચ્ચ અદાલત “સુઓ મોટુ” મામલાઓની સુનાવણી કરે છે. આનો અર્થ એ થાય છે કે તેઓ તેમની સમક્ષ મુકવામાં આવી શકે તેવી કોઈપણ અરજી અથવા હિત દાખલ કર્યા વિના તેમની પહેલ પર મામલો ઉઠાવે છે.

જાણકારી અનુસાર આ કેસ મંગળવારે સુનાવણી માટે નક્કી કેસની યાદીમાં ૬૬માં સ્થાન પર છે. પરંતુ તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પીઠ આ કેસને પ્રાથમિકતાના આધાર પર સાંભળશે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય મેડિકલ એસોસિએશન તરફથી ૨૪ કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલના એક દિવસ બાદ થયું છે.

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) જે ટ્રેની ડોક્ટરની સાથે હત્યા અને બળાત્કારની તપાસ કરી રહી છે. સીબીઆઈ સરકારી હોસ્પિટલ આરજી કર મેડિકલ એન્ડ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર સંદીપ ઘોષની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી રહી છે. ન્યૂઝ એજન્સીએ એક અધિકારીના હવાલાથી કહ્યું કે કેન્દ્રીય એજન્સીએ તેને ઘટનાના એક દિવસ પહેલા અને બાદમાં કરવામાં આવેલા કોલની ડિટેલ આપવાનું પણ કહ્યું છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે સીબીઆઈ ઘો,ના કોલ રેકોર્ડ સુધી પહોંચવા માટે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સાથે સંપર્ક કરવાનો વિચાર કરી રહી છે. કહેવામાં આવે છે કે ઘોષની શનિવારે લગભગ ૧૩ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઘોષની રવિવારે પણ પૂછપરછ થઈ રહી છે.

કોલકત્તાની હાઈકોર્ટે ૧૩ ઓગસ્ટે કેસને કોલકત્તા પોલીસથી સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો હતો. અત્યાર સુધી તે સામે આવ્યું કે ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયની પત્નીએ ખલીફાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આ મામલામાં પૂર્વ ભાજપ સાંસદ લોકેટ ચેટર્જી અને બે જાણીતા ડોક્ટરોને કથિત રીતે અફવા ફેલાવવા અને મહિલા ડોક્ટરની ઓળખ જાહેર કરવા માટે સમન જાહેર કર્યું છે. અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટના વિશે ખોટી માહિતી ફેલાવવા માટે ૫૭ અન્ય લોકોને પણ સમન્સ પાઠવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.