Western Times News

Gujarati News

રક્ષાબંધનના દિવસે ૧ લાખથી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો

પ્રતિકાત્મક

રક્ષાબંધનના દિવસે કુલ રૂ.૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ –રક્ષાબંધનના દિવસે કુલ ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ.ની બસ સેવાનો લાભ લીધો

રક્ષાબંધનનો પર્વ દેવ-દર્શન તેમજ રાખડી બાંધવાના પર્વ તરીકે સમાજના સમગ્ર વર્ગના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે મહીલાઓ રક્ષાબંધનનો તહેવાર મનાવવા સમગ્ર કુટુંબ સાથે અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે અવર-જવર કરતા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવાનો મહત્તમ ઉપયોગ થાય એ ઉદ્દેશ થી ૧૯ ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધન પર્વ હોવાથી આ દિવસે ફકત મહિલાઓ અ.મ્યુ.ટ્રા.સ ની બસોમાં સવારના પ્રથમ પાળીથી રાત્રીની બીજી પાળી પૂરી થવાના સમય સુધી વીના મુલ્યે મુસાફરીનો લાભ લઇ શકે તે હેતુથી અ.મ્યુ.ટ્રા.સ. દ્વારા યોજના અમલમાં મૂકેલી છે.

આ યોજના અંતગર્ત રક્ષાબંધનના દિવસે કુલ ૧,૦૨, ૧૯૧ મહીલાઓએ વીના મુલ્યે મુસાફરીની યોજનાનો લાભ લીધો છે. આ સાથે રક્ષાબંધનના દિવસે કુલ રૂ. ૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ છે. એટલું જ નહિ આ દિવસ દરમ્યાન ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ. ની બસ સેવાનો લાભ પણ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.