Western Times News

Gujarati News

અમદાવાદનો યુવક ડીસામાં મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતાં ઝડપાયો

ડીસાના વકીલે દક્ષિણ પોલીસને જાણ કરતાં કાર્યવાહી કરાઈ

અમદાવાદ, ડીસામાં તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે જણાને ડીસા શહેર દક્ષિણ પોલીસે અટકાયત કરી છે. ડીસાના એક વકીલે ન્યૂઝ પેપરમાં આવતા પ્લેમ્પ્લેટમાં જાહેરાત વાંચી વશીકરણના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.

અંગેની વિગત એવી છે કે, ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ અખબારમાં એક પેમ્પલેટમાં માજિસા દર્શન જ્યોતિષ નામની જાહેરાત જોતાં તેમાં વશીકરણ તેમજ અનેક પ્રશ્નોનોનું નિવારણ લાવી આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી વકીલે તેઓને ફોન કરતાં તેઓએ કચ્છી કોલોની કૃષ્ણનગર ભાગ બેમાં એક મકાનમાં ઉપરના ભાગે બોલાવ્યા હતા. જેથી વકીલ તેઓના સાથે મિત્ર યોગેશ ગોસ્વામી સાથે જતાં અંદર એક વ્યક્તિ ભગવા કપડામાં બેઠેલો હતો

તેમજ ગાદી ઉપર અનેક દેવી-દેવતાઓના ફોટા લગાવેલા હતા. વકીલે તેનું નામ પૂછતાં તેને અમિત કમલકિશોર જોષી (રહે. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેથી વકીલે હેતુલક્ષી વાતચીત કરતાં તેઓને એક વ્યક્તિનું વશીકરણ કરવું છે તેમ જણાવ્યું હતું.

જેથી સામેના તાંત્રિકે તેઓને મૂઠચોટ કરી મારી નાખવાના ૨૭,૦૦૦, શરીરે લકવો કરવાના ૧૧,૦૦૦ તેમજ વશીકરણ કરવાના ૧૧,૦૦૦ એમ અલગ-અલગ ભાવ જણાવ્યા હતા. જ્યારે તેણે પોતે અલગ-અલગ લોકોના કામ કરેલા હોય તે ચોપડા બતાવ્યા હતા તેમજ ફોન પેમાં લોકોએ નાણાં ટ્રાન્સફર કર્યા હોય તેની એન્ટ્રીઓ પણ બતાવી હતી.

જોકે વકીલે મારી પાસે આજે આટલા પૈસા નથી હું કાલે પૈસા લઈને આવીશ તેમ કહેતા તાંત્રિકે સો રૂપિયા આપવાનું જણાવી પૈસા લઈને આવો ત્યારે કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું. જેથી વકીલે આ બાબતે સીધા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આવી વશીકરણ અને છેતરપિંડી કરતા અમિત કમલ કિશોર જોષી તેમજ અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.