Western Times News

Gujarati News

SVP હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટનો ડેથ રેશિયો ૬ ટકા જેટલો ઉંચો

બે વર્ષ દરમિયાન હાર્ટ એટેકના ૧૯૭ દર્દીના મરણ ઃ ટી.બી ના દર્દીઓનો ડેથ રેટ પાંચ વર્ષમાં સરેરાશ ૯ ટકા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે ૧૯૩૧માં કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નામશેષ કરી મ્યુનિ. કોર્પો.ના મહાનુભાવોએ એસવીપી હોસ્પિટલ તૈયાર કરી હતી જેનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જાન્યુઆરી ર૦૧૯ના રોજ કર્યું હતું. અંદાજે રૂ.૮૦૦ કરોડના ખર્ચે થયેલ આ હોસ્પિટલમાં અંદાજે ૧પ૦૦ જેટલા બેડ છે.

તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ હોવા છતાં એસવીપી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા ખૂબ જ ઓછી રહે છે. ચોંકાવનારી બાબત એ છે કે એસવીપી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટનો ડેથ રેસિયો પણ ઘણો જ વધારે છે.

રાજય સરકારની ગ્રાંટ અને મ્યુનિ. કોર્પો.ના ફંડમાંથી તૈયાર થયેલ એસવીપી હોસ્પિટલની સ્થાપના બાદ જ કોરોના મહામારી શરૂ થઈ હતી જે દરમિયાન એસવીપી હોસ્પિટલની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી હતી

પરંતુ સામાન્ય દર્દીઓ માટે એસવીપી હોસ્પિટલની કામગીરી ખૂબજ નબળી રહી છે. હોસ્પિટલમાં ઓપીડી અને ઈન્ડોર પેશન્ટની સંખ્યા પણ ઘણી જ ઓછી રહે છે. તદઉપરાંત ઈન્ડોર પેશન્ટની મરણ સંખ્યા પણ ખૂબ જ વધારે છે.

વર્ષ ર૦રરમાં ૧ર૪૭૮ ઈન્ડોર પેશન્ટ હતા જે પૈકી ૭૯૯ પેશન્ટના મરણ થયા હતા જેનો ડેથ રેસિયો ૬.૪૦ જેટલો થાય છે. જયારે ર૦ર૩માં ઈન્ડોર પેશન્ટની સંખ્યા ર૦૦૭૭ રહી હતી જે પૈકી ૧૧૪૮ પેશન્ટના મરણ થયા હતા

જેનો ડેથ રેસિયો પ.૭૧ ટકા થાય છે. બંને વર્ષની સયુકત ગણતરી કરવામાં આવે તો ઈન્ડોર પેશન્ટની સંખ્યા ૩રપપપ હતી જેની સામે ૧૯૪૭ દર્દીઓના મરણ થયા હતાં. જેનો ડેથ રેસિયો પ.૯૮ ટકા થાય છે મતલબ કે ર૦રર અને ર૦ર૩માં એસવીપી હોસ્પિટલના ઈન્ડોર પેશન્ટનો ડેથ રેસિયો ૬ ટકા આસપાસ રહયો છે. જાન્યુઆરી ર૦રરમાં ડેથ રેસિયો ૮.૮૦ ટકા અને ફેબ્રુઆરી ર૦રરમાં ૧૭.૬૧ ટકા જેટલો ઉંચો રહયો હતો.

એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે Ìદયરોગના દર્દીઓ માટેનો વોર્ડ છે. ર૦રર અને ર૦ર૩માં Ìદયરોગની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓની મૃત્યુ સંખ્યા પણ ઘણી વધારે છે. આ બે વર્ષ દરમિયાન કુલ ૧૯૭ Ìદયરોગના દર્દીઓના મરણ થયા હતાં. અગાઉની માફક જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી -ર૦રરમાં અનુક્રમે ર૪ અને ૩૦ હાર્ટએટેક દર્દીઓના મરણ થયા હતા.

આ આંકડા ઘણા વધારે માનવામાં આવે છે. એસવીપી હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પણ સારવાર આપવામાં આવે છે. ર૦૧૯થી જાન્યુઆરી ર૦ર૪ સુધી ટીબીના ૧૦૯૧ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતાં જે પૈકી ૧૦૦ દર્દીઓના મૃત્યુ થયા છે. આમ પ વર્ષ દરમિયાન દાખલ થયેલ અને મૃત્યુ પામેલ દર્દીઓનો ડેથ રેસિયો સરેરાશ ૯ ટકા રહયો છે. જયારે વર્ષ દીઠ જોવામાં આવે તો ર૦રરમાં ટીબીના ૩૩પ દર્દીઓ પૈકી ર૬ના મરણ થયા હતાં જેનો ડેથ રેસિયો ૭.૭૬ ટકા રહયો છે.

જયારે ર૦ર૩માં ૪પપ પેશન્ટની સામે ૩૪ પેશન્ટના મરણ થયા છે જેનો ડેથ રેસિયો ૭.૭૪ ટકા રહયો છે. આમ અત્યંત આધુનિક સુવિધા સાથેની હોસ્પિટલ હોવા છતાં સીનીયર તબીબોના અભાવે ઈન્ડોર પેશન્ટના મૃત્યુ દરમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.