Western Times News

Gujarati News

PM મોદી પોલેન્ડ પહોંચ્યાઃ ભારતીય સમુદાયે સ્વાગત કર્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી જ્યાં રોકાયા છે તે હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાને બાળકો સાથે હાથ મિલાવ્યો હતો. મોદીને આવકારવા માટે દાંડિયા ડાન્સ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું.

પીએમ મોદી ગુરુવારે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડુડાને મળશે. આ ૪૫ વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ પોલેન્ડ યાત્રા છે. અગાઉ ૧૯૭૯માં મોરારજી દેસાઈ ત્યાં ગયા હતા.

ભારત છોડતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં અમારું આર્થિક ભાગીદાર છે. પોલેન્ડ બાદ પીએમ મોદી ૨૩ ઓગસ્ટે ટ્રેન દ્વારા યુક્રેન પહોંચશે.

આ મુલાકાત પર તેમણે કહ્યું કે તેઓ યુદ્ધના શાંતિપૂર્ણ નિરાકરણ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે તેમના મંતવ્યો શેર કરવા આતુર છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી ૨૧-૨૨ ઓગસ્ટ સુધી પોલેન્ડના પ્રવાસે હશે. આ પછી તેઓ ટ્રેન દ્વારા યુક્રેન જવા રવાના થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.