Western Times News

Gujarati News

નયારા એનર્જીએ ઇનોવેટિવ રિફાઇનિંગ ટેક્નિક્સ દ્વારા કેરોસીનની ગુણવત્તા વધારવા નવી પેટન્ટ મેળવી

મુંબઈ, ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ ઓઇલ કંપનીઓમાંની એક અને સૌથી ઝડપથી વિકસતા ખાનગી ઇંધણ નેટવર્ક નયારા એનર્જી લિમિટેડે નોવેલ એબ્સોર્બન્ટ ટેક્નિક દ્વારા કેરોસીન

જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્‌સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરવાના હેતુથી એક ઇનોવેટિવ પ્રોસેસની સફળતાપૂર્વક પેટન્ટ મેળવી છે. આ સફળતા મિનરલ ટર્પેન્ટાઇન ઓઈલ, એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ, ઉત્કૃષ્ટ કેરોસીન ઓઈલ અને પેટ્રોલિયમ સોલવન્ટ્‌સ સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની વેચાણક્ષમતા અને સ્થિરતામાં વધારો કરે છે.

ઈન્ડિયન પેટન્ટ નંબર ૫૪૫૭૯૭ તરીકે નોંધાયેલી આ પેટન્ટ કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્‌સને રિફાઇન કરવા માટે એક આધુનિક પ્રોસેસ રજૂ કરે છે, જે પ્રોડક્ટના રંગની ગુણવત્તા અને તેની સ્થિરતા સંબંધિત સતત પડકારોનું સમાધાન કરે છે. આ શોધ પ્રોડક્ટની ધારણા તથા ઉપયોગને અસર કરતા ખૂબ જ મહત્વના ગુણવત્તા પરિબળ એવા સેબોલ્ટ કલરને સુધારે છે અને સ્થિર કરે છે તથા એક સાથે ઓર્ગેનિક નાઇટ્રોજન અને ભેજનું પ્રમાણ ઘટાડે છે.

નયારા એનર્જીની નવીન પ્રોસેસમાં એક સરળ ત્રણ પગલાંના અભિગમનો સમાવેશ થાય છેઃ એબ્સોર્પ્શન ટ્રીટમેન્ટઃ કેરોસીન જેવા પેટ્રોલિયમ ડિસ્ટીલેટ્‌સ એબ્સોર્બન્ટ બેડમાંથી પસાર થાય છે અને અનિચ્છનીય દૂષણોને ઘટાડીને અસરકારક રીતે સેબોલ્ટ કલર અને સ્થિરતામાં વધારો કરે છે. હાઇડ્રોકાર્બન રિકવરીઃ સરફેસ હાઇડ્રોકાર્બન કન્ટેન્ટની રિકવરી માટે, પર્યાવરણીય અસરને ઓછી કરવા અને રોર્સ રિકવરીને ઓપ્ટિમાઇઝ કરવા માટે વપરાયેલા એબ્સોર્બન્ટને પાણીથી ટ્રીટ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.