Western Times News

Gujarati News

લાંભામાં ગેરકાયદેસર તબીબી સારવાર આપતા બે કલીનીક સીલ

File Photo


(પ્રતિનિધિ) અમદાવાદ,
 અમદાવાદ શહેરમાં ડીગ્રી વિનાના બોગસ તબીબો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. નાગરિકો ની ફરિયાદ કે શંકા ના આધારે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા આવા તબીબોની ખાનગી રાહે તપાસ થાય છે. જેમાં કોઈપણ તબીબ ખોટી ડીગ્રી કે નિયમ વિરુદ્ધ પ્રેક્ટિસ કરતા જણાય તો તાકીદે કલીનીક સીલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
ગુરુવારે  દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગ દ્વારા લાંભા વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં તબીબી સારવાર આપતા કલીનીકની ચકાસણી કરવામાં આવી હતી જેમાં તબીબી વ્યવસાય વિરુદ્ધની કામગીરી થતી હોવાનું માલુમ પડતા બે કલીનીક સીલ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહ ના જણાવ્યા મુજબ લાંભા વોર્ડમાં “માનવ સેવા કલીનીક” રાજીવનગર પાસે, પર્મભૂમિ બંગ્લોઝ પાસે, નારોલ, લાંભા. કે જે ડૉ કૌશલ પારેખ BAMS તબીબ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બોર્ડ પર દર્શાવલ.

સદર સ્થળે ચકાસણી કરતા ડૉ કૌશલ પારેખ સ્થળ પર હાજર જોવા મળેલ ન હતા અને તેમની જગ્યાએ કોઈ અનઅધિકૃત વ્યક્તિ દર્દીઓને સારવાર આપતા હોવાનું ધ્યાને આવેલ, જેથી સદર કલીનીક આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે. કલીનીકના રેકર્ડ તપાસણી કરતા આજ રોજ રેકર્ડના ઉપલબ્ધ ડેટા મુજબ સદર અનઅધિકૃત વ્યકિત દ્વારા નવ વ્યક્તિઓને સારવાર આપેલ હોવાનું ધ્યાને આવેલ. સદર ડૉકટર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સારુ આયુર્વેદિક કાઉન્સીલમાં જાણ કરવામાં આવશે.

લાંભા વોર્ડમાં જ સદાની પાભી લાંભા વોર્ડ વિસ્તારમાં “વારસી કલીનીક” ગોલ્ડન પાર્ક પાસે, આશિયાના ફલેટ વાળી ગલી, લાંભા ડી એચ. એસ. સૈયદનાઓ દ્વારા ચલાવતા હોવાનું પણ ધ્યાને આવેલ અને તેઓ દ્વારા પણ એલોપેથીક સારવાર આપવામાં આવતી હોવાનું જણાયેલ, તેમજ ખુબ જ મોટા જથ્થામાં બાયો મેડિકલ વેસ્ટ પણ જનરેટ થયેલ હોવા છતાં તેના નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળેલ ન હતી. સુંદર વ્યક્તિની તબીબી સારવાર આપવાની અધિકૃતતા પણ પ્રસ્થાપિત ન થયેલ હોવાથી જાહેર આરોગ્યના હિતમાં  સદર કલીનીક સીલ કરવામાં આવ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.