Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગની ભરતી પ્રક્રિયા રદ

પ્રતિકાત્મક

પ૩માંથી માત્ર બે જ ઉમેદવાર કવોલિફાય થયાઃ નવા નિયમો સાથે લેખિત પરીક્ષા લેવામાં આવશેઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ મા ચીફ ફાયર ઓફિસર અને એડીશનલ ચીફ ફાયર ઓફિસર ની ભરતી રદ કરવામાં આવી છે. આ બને જગ્યા માટે યોગ્ય ઉમેદવાર મળ્યા ન હોવાથી ભરતી રદ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. તેમજ નવેસરથી અરજીઓ મંગાવવામાં આવશે. જેમાં ભરતીના નવા નિયમો સાથે પરીક્ષા લેવામાં આવશે.

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ મા ચીફ ફાયર ઓફિસર, એડીશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામા આવેલ હતી. જે માટે ૫૩ અરજીઓ આવેલ હતી. ગઇકાલે તમામ ઉમેદવારોને ડોક્યુમેન્ટ્‌સ વેરીફીકેશન માટે ઓરીજીનલ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્‌સ લઈ ને રીવર ફ્રન્ટ ખાતે કમિશનર કચેરી મા હાજર થવા જણાવ્યુ હતુ.

જેમા ૫૩ પૈકી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ એન ખડીયા અને ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી મિસ્ત્રી થઈ ને બે જ ઉમેદવાર ડોક્યુમેન્ટ્‌સ વેરીફીકેશનમા યોગ્ય જણાયા હતા. જ્યારે બાકીના માંથી જે ખાતા ના ઉમેદવારો હતા એ બધા પાસે નિયમ અનુસારનો અનુભવ થતો નથી. જ્યારે ખાતા બહારના જે ઉમેદવારો હતા એ તમામ પાસે ડીવીઝનલ ફાયર ઓફિસર કોર્ષની જરૂરી લાયકાત કે અનુભવ થતો ન હતો.

મ્યુનિ. ફાયર વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ હાલના ઈ.ચા ચીફ ફાયર ઓફિસર અને ઈ.ચા.એડી.ચીફ ફાયર ઓફિસર સામે ખાતાના જ અમૂક ઉમેદવારોએ તેઓના અનુભવ અને તેમની બોગસ સ્પોન્સરશીપ બાબતે સખત ઉગ્ર વિરોધ અને અસંતોષ વ્યક્ત કરેલ હતો અને કમિશનર તથા વિજીલન્સ વિભાગને તેઓની સામેના તાજેતરની આર.ટી.આઈ એક્ટ હેઠળ કલોલ અને કપડવંજ નગરપાલિકા દ્વારા વિરોધાભાસી મળેલ માહીતીના પુરાવા પહોચાડેલ હોય તંત્ર ચોકી ઉઠ્‌યુ હતુ

અને સમગ્ર ભરતી રદ કરી નવેસરથી નવા ભરતીના નિયમો બનાવી ભરતી કરવાનુ નક્કી કરી હાલની આ ભરતી રદ કરી હોવાની ચોંકાવનારી હકીકત જાણવા મળી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે નવેસરથી જાહેરાત આપવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા માટે ફાયર વિભાગના મ્યુનિ. કોર્પોરેશન અને રાજય સરકારના કોમન રીક્રુટમેન્ટ રૂલ્સ મુજબ લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં જે ઉમેદવાર પરીક્ષા પાસ કરશે અને તમામ લાયકાત ધરાવતા હશે તેમની પસંદગી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.