Western Times News

Gujarati News

વડતાલ રાજનગર ખ્રીસ્તી કબ્રસ્તાન પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙકો.મનુભાઇ, ગણેશ, દિપકુમાર, જયેશભાઇ ભાવેશકુમાર વિગેરે નાઓ વડતાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા

દરમ્યાન નરસંડા ચોકડી પાસે આવતા પો.કો.ભાવેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે રવીરાજ ઉર્ફે રોહીત રઇજીભાઇ પરમાર રહે.રાજનગર નાએ રાજનગર ખ્રિસ્તી કબ્રસ્તાન પાછળ ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ છુપાવી રાખેલ છે અને હાલ ત્યાં હાજર છે જેને શરીરે લાલ ટી-શર્ટ પહેરેલ છે. જે હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ તપાસ કરતા હકીકતવાળી જગ્યાએ બાતમી વર્ણન મુજબનો એક ઇસમ હાજર હોય

જે ઇસમને પોલીસ તરીકેની ઓળખાણ આપી નામ-ઠામ પુછતા તેણે પોતાનુ નામ રવીરાજ ઉર્ફે રોહીત રઇજીભાઇ પરમાર રહે.રાજનગર, ટાંકીવાળુ ફળીયું તા.નડીયાદ જી.ખેડાનો હોવાનું જણાવેલ.બાદ સદર ઇસમને સાથે રાખી ટોર્ચ લાઇટના અજવાળે રોડની સાઇડના ખ્રિસ્તીઓના કબ્રસ્તાન પાછળ જોતા પુઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટીકના ઝભલામાં અલગ અલગ ભારતીય બનાવટના પરપ્રાંતનો વિદેશી દારૂ

તથા બીયરના ટીન.મળી કુલ નંગ-૨૦૪ કિં.રૂ.૨૬,૪૦૦/- તથા સદરી પકડાયેલ ઇસમની અંગજડતીમાંથી મળી આવેલ એક ઓપ્પો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૩૧,૪૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે જાહેરમાથી મળી આવી પકડાઇ ગયેલ હોય. જે ઇસમ વિરૂદ્ધમાં વડતાલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.