Western Times News

Gujarati News

શીતળા-ટાઢી-સાતમના તહેવાર પ્રસંગે પરંપરાગત વાનગી અને ઠંડા ખોરાકની જગ્યા ફાસ્ટફૂડે લીધી

શીતળા-ટાઢી-સાતમના તહેવાર પ્રસંગે અરવલ્લીના યંગસ્ટર્સનો ટ્રેન્ડ બદલાયો

મોડાસા, પવિત્ર શ્રાવણ માસ એટલે હિન્દુઓના તહેવારોની વણઝારનો મહિનો. આ મહિનામાં અનેક તહેવારો સાથે રાંધણ છઠ, શીતળા સાતમ જેવા પરંપરાગત તહેવારોનું પણ અનેરું મહત્વ હોય છે. રાંધણ છઠ એટલે ભોજન બનાવીને બીજા દિવસે આરોગવાની હિન્દુ ધર્મની પરંપરા મૂળ અરવલ્લીવાસીઓમાં હજી પણ યથાવત જોવા મળે છે.

જોકે સમયની સાથે રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણી હાલ ફેÂક્સબલ થઈને બદલાઈ રહી છે. આજની પેઢી પહેલાના લોકોની જેમ ઠંડો ખોરાક ખાતી ન હોવાથી ગૃહિણીઓ તહેવારની ઉજવણી પણ થાય અને બાળકો ઠંડો ખોરાક પણ ખાય તે માટે બાળકોને ભાવતો ફાસ્ટ ફૂડ જેવો ખોરાક રાંધણ છઠના દિવસે બનાવવાનો મનસૂબો સેવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં હિન્દુ જ્ઞાતિઓમાં આજે પણ તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. તેમાં પણ શ્રાવણ માસમાં અરવલ્લીવાસીઓ વધુ પડતા ધાર્મિક થાય છે અને આ મહિનામાં આવતા તહેવારની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યા છે.

જોકે પેઢીઓ બદલવાની સાથે તહેવારની ઉજવણીમાં પણ બદલાવ આવી રહ્યો છે. પહેલાંની પેઢીના લોકો રાંધણ છઠના દિવસે આખા ઘરની મહિલાઓ ભેગી થતી અને જાત-જાતના વ્યંજન બનાવતી અને રાત્રિના સમયે ચૂલો ઠારીને બીજા દિવસે નાહવાના પાણીથી માંડીને તમામ ખોરાક ઠંડા જ ઉપયોગ કરતી હતી.

જોકે આજની પેઢી ઠંડા ખોરાકને હાઈજેનિક માનતી નથી અને વાસી ખોરાકને ખાવાનું પણ ટાળે છે. જેથી નવી પેઢીમાં રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણીનું મહત્વ રહે તે માટે જૂની પેઢીએ પરંપરામાં બાંધછોડ કરીને રાંધણ છઠનો પરંપરાગત ખોરાક જ બદલી નાંખ્યો હોવાનું ગૃહિણીઓ દુઃખ સાથે કહી રહી છે.

પહેલાંની રાંધણ છઠમાં મગ-મઠ, પુરી, લાડુ, મોહનથાળ, બાફેલાં પાતરા, ખાટા વડા, ગુલાબ જાંબુ, શ્રીખંડ પુરી, સુકા બટાકાનું શાક, બાસુંદી, સકકરપારા સહિતની વાનગીઓ બનાવી દેતા હતા.

હવે બીજા દિવસે આ વાનગીઓ યંગસ્ટર્સ ખાતા ન હોવાથી હવે યંગસ્ટર્સના જીવનમાં હેબિટ થઈ ગઈ છે તેવી પાણીપુરી, દહીંપુરી, દહીંવડા, સેન્ડવીચ બનાવાય છે તેમજ બંગાળી મીઠાઈ તૈયાર લઈ આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે યંગસ્ટર્સ હોંશે હોંશે ખાઈ સાતમના તહેવારની ઉજવણી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.