Western Times News

Gujarati News

શ્રદ્ધાને ‘સ્ત્રી ૨’ ફળીઃ ફોલોઅર્સની સંખ્યામાં રોકેટ સ્પીડથી વધારો

મુંબઈ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયા પછી તેનાં કામનાં વખાણ તો થયાં જ છે, સાથે તેની લોકપ્રિયતા પણ વધી છે. તેના સોશિયલ મીડિયા ફૅન ફોલોઅર્સ રાતોરાત વધવા લાગ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના ફોલોઅર્સ એટલાં વધી ગયા છે કે, તેણે વડાપ્રધાન મોદીને પણ પાછળ રાખી દીધા છે. હવે તે ઇન્સ્ટાગ્રામની મોસ્ટ ફોલોવ્ડ ઇન્ડિયનનની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર ૨૧ ઓગસ્ટ, બુધવારે બપોરે ૨.૪૦ વાગ્યે શ્રદ્ધાના ૯૧૫૧૮૩૫૭ ફોલોઅર્સ છે, જ્યારે વડાપ્રધાન મોદીના ૯૧૩૯૧૭૯૭ ફોલોઅર્સ છે.

બીજા નંબરે રહેલી પ્રિયંકા ચોપરાના ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઇન્સ્ટાગ્રામના મોસ્ટ ફોલોવ્ડ કિંગ વિરાટ કોહલીના ૨૭૧ મિલિયન ફોલોઅર્સ છે. શ્રદ્ધાએ ઘણી સેલેબ્રિટીઝને પાછળ રાખી દીધી છે. જેમાં આલિયા ભટ્ટ ૮૫.૧ મિલિયન સાથે પાંચમા ક્રમે, ૮૦.૪ મિલિયન સાથે કેટરિના છઠ્ઠા સ્થાને, ૭૯.૮ મિલિયન ફોલોઅર્સ સાથે દીપિકા પાદુકોણ અને ત્યાર બાદ ૭૮.૭ મિલિયન ફોલોઅર્સ સાથે નેહા કક્કડ છે.

આ યાદીમાં દસમા ક્રમે અને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ફોલોવ્ડ એક્ટર સલમાન ખાન છે, જે ઇન્સ્ટાગ્રામ પર ૬૯.૩ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. જોકે, એ પણ મહત્વની વાત છે કે વડાપ્રધાન મોદી એક્સ પર ૧૦૧.૨ મિલિયન ફોલોઅર્સ સાથે ગ્લોબલી મોસ્ટ ફોલોવ્ડ લીડરમાં સ્થાન ધરાવે છે.

આ યાદીમાં તેઓ યુએસના પ્રેસિડેન્ટ જો બાયડન, દુબઈના શાસક શેખ મહોમ્મદ અને પોપ ળાન્સિસ કરતાં પણ આગળ છે. ભારતના અન્ય રાજનેતાઓની વાત કરવામાં આવે તો એક્સ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ૨૬.૭ મિલિયન ફોલોઅર્સ, તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ૨૭.૬ મિલિયન ફોલોઅર્સ છે.

શ્રદ્ધા કપૂર તેની ફિલ્મની સફળતાને કારણે હાલ ચર્ચામાં છે. આ મેડોક પ્રોડક્શન્સની આ ફિલ્મ અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને નિરેન ભટ્ટે લખી છે. તેમાં અક્ષય કુમાર અને વરુણ ધવનના કેમિયો પણ ચર્ચામાં છે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે, જેમાં શ્રદ્ધા ઉપરાંત અપારશક્તિ ખુરાના, રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.