Western Times News

Gujarati News

59 ટકા જેન એક્સ ડિલિવરીઝ માટે પાડોશીઓ પર આધાર રાખે છે: મિલેનિયલ્સમાં આ પ્રમાણ 52 ટકા

ગોદરેજ એન્ડ બોય્સના લોક બિઝનેસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસના તારણો મુજબ જેન-એક્સ ડિલિવરી માટે પાડોશી પર નભે છે જ્યારે મિલેનિયલ્સ ટેક સોલ્યુશન્સ પસંદ કરે છે

મુંબઈગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપનો ભાગ ગોદરેજ એન્ડ બોય્સના લૉક એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ બિઝનેસે તાજેતરમાં ‘સુરક્ષિત જીવો, ચિંતામુક્ત જીવો’ અંગે એક સર્વે હાથ ધર્યો હતો જેમાં ડિલિવરી મેળવવા અંગે વિવિધ વયજૂથના લોકોની વર્તણૂંક અંગે રસપ્રદ આંતરદ્રષ્ટિ બહાર આવી હતી. સર્વેમાં જણાયું હતું કે દર પાંચમાંથી ત્રણ જેન-એક્સ ઉત્તરદાતાઓ (59 ટકા) તેમની ડિલિવરી મેનેજ કરવા માટે તેમના પાડોશીઓ પર આધાર રાખે છે

જે વિશ્વસનીય સ્થાનિક સંબંધોનો લાભ લેવા માટે મજબૂત પસંદગી દર્શાવે છે. આ જનરેશન પહેલેથી સ્થાપિત સામુદાયિક જોડાણોના પગલે મળેલી સુરક્ષા તથા વિશ્વસનીયતાની કદર કરે છે. તેની સરખામણીએ માત્ર 52 ટકા મિલેનિયલ્સ જ ડિલિવરી માટે પાડોશીઓ પર નભે છે જે ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ તરફ વળેલા નોંધપાત્ર ઝુકાવનો સંકેત આપે છે. મિલેનિયલ્સ ડિલિવરી લોજિસ્ટિક્સ મેનેજ કરવા માટે ડિજિટલ ટૂલ્સ તથા સ્માર્ટ ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરે છે.

 સુરક્ષિત અને વ્યવસ્થિત ડિલિવરી સોલ્યુશન્સ માટેની માંગ વધી રહી છે તેની સાથે જ વિશ્વસનીય હોમ સેફ્ટીની જરૂરિયાત પણ વધી છે. ગોદરેજ એન્ડ બોય્સની નવીનતમ સેફ્ટી સિસ્ટમ્સવાળા લૉક્સ તેના અત્યાધુનિક ડિજિટલ લૉક્સ સાથે આ જરૂરિયાતો સંતોષે છે જે સુરક્ષા અને સુગમતાનો આસાન મિશ્રણ પૂરું પાડે છે. કીલેસ એન્ટ્રી, રિમોટ એક્સેસ અને રિયલ-ટાઇમ નોટિફિકેશન્સ જેવા ફીચર્સ સાથે આ ડિજિટલ લૉક્સ જેન એક્સ અને મિલેનિયલ્સ એમ બંને પેઢીઓની ઊભરતી જરૂરિયાતો સંતોષવા માટે બનાવવામાં આવ્યા છે.

 ગોદરેજ એન્ડ બોય્સના લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્રી શ્યામ મોટવાણીએ જણાવ્યું હતું કે “વિવિધ પેઢીઓ કેવી રીતે તેમની ડિલિવરી મેનેજ કરે છે તે સમજવું અમારા ગ્રાહકોની અનન્ય જરૂરિયાતો તથા પસંદગીઓ સંતોષવા માટે જરૂરી છે. અમારો તાજેતરનો અભ્યાસ જેન એક્સ અને મિલેનિયલ્સ વચ્ચે ડિલિવરી પરની નિર્ભરતામાં રહેલો સ્પષ્ટ તફાવત સૂચવે છે જેમાં જેન એક્સ તેમના પાડોશી પર વધુ નિર્ભર હોવાનું જણાયું છે.

આ આંતરદ્રષ્ટિ ન કેવળ સુરક્ષા વધારે તેવા પરંતુ સુગમતા અને ફ્લેક્સિબિલિટી આપે તેવા પણ સોલ્યુશન્સ પૂરા પાડવાનું મહત્વ દર્શાવે છે. ગોદરેજ એન્ડ બોય્સ ખાતે અમે અમારી એડવાન્સ્ડ ડિજિટલ લૉક્સ સિસ્ટમ્સ સાથે આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સમર્પિત છીએ જે ડિલિવરીના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કરવા અને હોમ સેફ્ટીને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

લોકપ્રિય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર અમારી પ્રોડક્ટ્સ ઓફર કરીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે જેન એક્સ અને મિલેનિયલ્સ બંને સરળતાથી લેટેસ્ટ સુરક્ષિત ટેક્નોલોજી મેળવી શકે. અમારું લક્ષ્ય તેમની આધુનિક લાઇફસ્ટાઇલમાં સરળતાથી ફિટ બેસે તેવા નવીનતમ સોલ્યુશન્સ સાથે અમારા ગ્રાહકોને સશક્ત બનાવવાનું છે. અમે દરેક ગ્રાહક સમૂહની અનોખી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમારી પ્રોડક્ટ ઓફરિંગ્સમાં નવીનતા લાવવા અને અપનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે સુરક્ષા અને સુગમતા સાથે ક્યારેય સમાધાન ન થાય.”

 બ્રાન્ડ આ પેઢીની પસંદગીઓને સમજે છે અને આ વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટે પ્રોડક્ટ્સ બનાવવા માટે સમર્પિત છે. જેન એક્સ જે સમુદાયના વિશ્વાસ અને સંબંધો સ્થાપવામાં માને છે તેમના માટે ગોદરેજ તેમની લાઇફસ્ટાઇલમાં સરળતાથી ફિટ બેસે તેવા વિશ્વસનીય અને યુઝર-ફ્રેન્ડલી લૉકિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે. મિલેનિયલ્સ જેઓ સુગમતા અને ટેક્નોલોજીકલ ઇન્ટિગ્રેશનમાં માને છે તેમના માટે ગોદરેજ સુરક્ષા અને વપરાશમાં સરળતા વધારે તેવા એડવાન્સ્ડ સ્માર્ટ લૉક્સ અને ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

 ‘સુરક્ષિત જીવો, ચિંતામુક્ત જીવો’ અભ્યાસનો હેતુ સુરક્ષા અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ-હોમ ડિવાઇસીસને અપનાવવા અંગે માનવ વર્તણૂંકને સમજવાનો છે. સર્વેના તારણો વિવિધ પેઢીઓમાં ડિલિવરી મેળવવા માટેના ઊભરતા ડાયનેમિક્સ પર પ્રકાશ પાડે છે જે પર્સનલાઇઝ્ડ સોલ્યુશન્સનું મહત્વ દર્શાવે છે. આ સર્વે મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં 2,000 લોકોમાં હાથ ધરવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.