Vi એ ભારતીય કારીગરોને સન્માનિત કર્યા, સ્થાનિક હેન્ડીક્રાફ્ટ્સ દર્શાવવા માટે NFO સાથે જોડાણ કર્યું
વિવિધ એનજીઓના સમર્થન સાથે કારીગરોએ સમગ્ર ભારતમાં Vi ના સ્ટોર્સ ખાતે તેમની કલાકૃતિઓ દર્શાવી
ભારતની ઊજવણી કરતા અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ એક અનોખી પહેલ આર્ટિસન્સ ઓફ ઈન્ડિયા લોન્ચ કરી છે. આ વિશેષ પહેલ સ્થાનિક કારીગરોની કારીગરી અને કુશળતાઓની ઊજવણી કરે છે અને સમગ્ર દેશમાં ઝળહળતો સ્પર્શ ઉમેરે છે.
Vi એ વિવિધ રાજ્યોમાં તેના તમામ સ્ટોર્સમાં 60થી વધુ પ્રતિભાશાળી કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ કરી હતી. મહારાષ્ટ્ર, તમિળનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, કર્ણાટક, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં Vi સ્ટોર્સે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહયોગ સાધીને કારીગરોની રચનાઓ લોકો સમક્ષ દર્શાવી હતી.
વિવિધ કારીગરી અને પરંપરાઓ સાથે કામ કરતા આ કારીગરોએ હાથ વડે રંગેલી બેગ્સ, ચિકનકારી એમ્બ્રોડરી, ચિત્રો, રમકડા, સુશોભિત કરેલા દીવા અને અન્ય વસ્તુઓ દર્શાવી હતી.
આ પહેલ માટે Vi એ જે એનજીઓ સાથે ભાગીદારી કરી હતી તેમાં યુનિવર્સિલ સ્માઇલ, એક્સેન્ટ, આસ્થા ફાઉન્ડેશન્સ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી-એબલ્ડ ચિલ્ડ્રન, શ્વાસ સમિતિ-સ્વસ્તિક હેન્ડીક્રાફ્ટ વિમેન વેલ્ફેર એસોસિયેશન, દિશા શક્તિ સ્વયમ સહાયતા સમૂહ અને આરએએફઈસીનો સમાવેશ થાય છે. કોલકાતાના સાઉથ સિટી સ્ટોર ખાતે, યુનિવર્સલ સ્માઇલે મહિલાઓ દ્વારા બનાવાયેલા હાથેથી રંગેલી બેગ્સ દર્શાવી હતી અને તેની આવકથી અનાથ આશ્રમને ટેકો પૂરો પડાશે જ્યારે ગુજરાતમાં આસ્થા ફાઉન્ડેશને દિવ્યાંગ બાળકો સાથે મળીને સુશોભિત કરેલા દિવા બનાવ્યા અને દર્શાવ્યા હતા.
આ પ્રયાસો સ્થાનિક સમુદાયોને ટેકો પૂરો પાડવા અને ભારતના સમૃદ્ધ કલાકૃતિના વારસાને જાળવવામાં Viની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આર્ટિસન્સ ઓફ ઈન્ડિયા પહેલ થકી Vi આપણને સૌને એકત્રિત કરનારી સંસ્કૃતિઓને નમન કરે છે. દેશના તાણાવાણામાં સમૃદ્ધ પ્રદાન કરનારા કારીગરો અને શિલ્પકારોના ઉત્થાન માટે Vi પ્રતિબદ્ધ રહે છે.