Western Times News

Gujarati News

સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ

અંકલેશ્વર નેશનલ હાઈવે પરના ગોડાઉનમાં ચાલતી ભેળસેળનો પર્દાફાશ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલ મનાતા ૭ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય ૧૦ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ભરૂચ જીલ્લામાં ગુનાઓ થતા અટકાવવા તથા વણઉકેલાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ હતી.તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

તે દરમ્યાન બાતમી મળેલ કે સુરત મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઈમ્પોર્ટેડ કોલસાને નેશનલ હાઈવે નંબર ૪૮ પર સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રીજ પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઈઝ ટ્રેડીંગમાં કરશનભાઈ ગોવીંદભાઈ રંગપરા રહે.સોનગઢ જી.સુરેન્દ્રનગરના તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રક માંથી ઈમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉન માંથી કોલસા સાથે થાનની કાળી માટી

અને ફલાયસ મીક્ષ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા ગોડાઉનમાં ૭ ઈસમો મળી આવેલ જે ઈસમોની પુછપરછ કરતા ટ્રક માંથી ઈમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાનગઢનો કોલસો તથા ફલાયસ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાની કબુલાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.