Western Times News

Gujarati News

નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ વધીને ૩૩૫ કરોડ, હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યો

મનુ ભાકરને એક એડ માટે કરોડો મળ્યા

નવી દિલ્હી, પેરિસ ઓલિમ્પિકમેડલ જીતવાની સાથે જ શૂટર મનુ ભાકર ભારતમાં સ્ટાર બની ગઈ છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વિવિધ કંપનીઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

અગાઉ જ્યાં મનુ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના ૨૫ લાખ રૂપિયા જેટલું ચાર્જ કરતી હતી ત્યાં હવે તેને ૧.૫ કરોડ જેટલી માતબર રકમ મળવા લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ ઓલિમ્પિકની ભાલાફેંકમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવનાર નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ વધીને ૩૩૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નિરજે બ્રાન્ડ વેલ્યૂના મામલે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને પણ પાછળ છોડી દીધો છે. પંડ્યાની બ્રાન્ડ વેલ્યૂ ૩૧૮ કરોડ રૂપિયા છે. નીરજની એન્યુઅલ એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે. આ સિવાય રેસલિંગમાં ૫૦ કિગ્રા વેઇટ કેટેગરીમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે. ભારતીય ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂમાં હાર્દિક પાંચમા ક્રમે છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યાની બ્રાન્ડ વેલ્યૂ લગભગ ૩૧૮ કરોડ માનવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલ એક અહેવાલ અનુસાર, નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ ૨૪૮ કરોડથી વધીને અંદાજે ૩૩૫ કરોડ થઈ ગઈ છે. નીરજ ચોપરાની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થયો છે. તેની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક ૩ કરોડ રૂપિયાથી વધીને ૪૪.૫ કરોડ રૂપિયા પ્રતિ ડીલ થઈ છે.

ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનાર એથ્લેટ્‌સને પેકેજ્ડ ફૂડ, હેલ્થ, ન્યુટ્રિશન, જ્વેલરી, બેંકિંગ અને એજ્યુકેશન જેવી કેટેગરીમાં બ્રાન્ડનો ચહેરો બનાવવાની સ્પર્ધા છે. મનુ ભાકરની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક ૨૫ લાખ પ્રતિ ડીલથી વધીને ૧.૫ કરોડ થઈ ગઈ છે. ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુએ તાજેતરમાં સોફ્ટ ડ્રિંક્સ વેચતી કંપની સાથે ૧.૫ કરોડની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ સાઇન કરી હતી. એ જ રીતે, વિનેશ ફોગાટની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક ૨૫ લાખથી વધીને ૭૫ લાખથી ૧ કરોડ થઈ ગઈ છે.

ભારતના સૌથી વધુ લોકપ્રિય એÂથ્લટ અને ક્રિકેટર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં પણ ્‌૨૦ વર્લ્ડકપમાં વિજય બાદ ૨૯ ટકાનો વધારો થયો છે. તે ભારતનો સૌથી મોંઘો સેલિબ્રિટી છે. સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂએશન રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, વિરાટની બ્રાન્ડ વેલ્યૂ ૧૯૦૪ કરોડ સુધી પહોંચી ગઈ છે. સ્પોન્સરશિપના મામલે વિરાટ કોહલી સૌથી આગળ છે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ બીજા સ્થાને છે, જેની બ્રાન્ડ વેલ્યૂ ૧૭૦૩ કરોડ જેટલી છે.

બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાન ૧૨.૦૭ મિલિયન ડોલર ૧૦૧૨ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે ત્રીજા ક્રમે છે. અક્ષય કુમાર આ યાદીમાં ૯૩૮ કરોડ સાથે ચોથા અને ૮૪૮ કરોડ સાથે પાંચમા ક્રમે છે. ક્રિકેટર્સની યાદીમાં વિરાટ કોહલી બાદ બીજા ક્રમે ૭૯૭ કરોડ સાથે ધોની અને ત્રીજા ક્રમે ૭૬૩ કરોડ સાથે સચિન તેંડુલકર છે. ચોથા અને પાંચમા ક્રમે રોહિત શર્માની બ્રાન્ડ વેલ્યૂ ૩૪૩ કરોડ અને હાર્દિક પંડયાની ૩૧૮ કરોડ બ્રાન્ડ વેલ્યૂ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.