Western Times News

Gujarati News

108ના કર્મચારીઓએ રસ્તા પર પડેલું ઝાડ ખસેડી ગર્ભવતી મહિલાને સુરક્ષિત CHC સેન્ટર પહોંચાડી

કટોકટીના સમયે કપરા સંજોગોમાં પણ તમામ અડચણો દૂર કરી નાગરિકોની સહાય માટે તત્પર ‘108’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મયોગીઓની સરાહનીય કામગીરી.

સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ. ભદ્રાસા ગામની ગર્ભવતી મહિલાને પ્રસુતિ કરાવવા માટે ઠાસરા ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરી.  ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જરૂરી સાધનોનો ઉપયોગ કરી ઝાડ રસ્તા પરથી ખસેડી ગર્ભવતી મહિલાને CHC પહોંચાડ્યા.

ગર્ભવતી મહિલાના પરિવારજનોએ 108 ના કર્મચારીઓનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.