Western Times News

Gujarati News

શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ, અને દેહોત્સર્ગ તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી

સોમનાથમે કાન્હો ભયો, જય કનૈયા લાલ કી…-પ્રભાસ તીર્થને શ્રીકૃષ્ણના વૈકુંઠનો દ્વારા જાણી મહા આરતીમાં હજારો ભાવિકો ઉમટ્યા

સોમનાથ, સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. સમગ્ર દિવસ દરમ્યાન ભક્તો શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા.
તો સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગોલોકધામ તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, તેમજ ભાલકા તિર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટ શ્રી અજયકુમાર દુબે એ વિશેષ મહાપૂજા કરી જન્માષ્ટમી ની પાવન ક્ષણે રાત્રે 12:00 વાગ્યે શ્રીકૃષ્ણની મહા આરતી યોજાયેલ હતી.
આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્ય રાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને જય રણછોડ માખણચોર,  અને નંદ ઘેર આનંદ ભયો નો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિસરી, પેંડા, ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ભક્તોએ ઘરેબેઠા લીધેલ હતો.
જન્માષ્ટમી પર હરિહરધામ સોમનાથ ખાતે શિવકથા પારાયણનો પ્રારંભ -શ્રી સોમનાથ મંદિરથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ
સોમનાથ મંદિર પરિસરમાં શિવકથા પારાયણનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ ચાલનાર આ પારાયણ કથા માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે શ્રી સોમનાથ મંદિર ખાતે શિવમહાપુરાણ પવિત્ર પોથીનું પૂજન કરી અને પોથીયાત્રા યોજાઈ હતી. સોમનાથ મંદિર પરિસરમાં આવેલ ભાટીયાગ્રાઉન્ડ સુધી આ કથાની પોથીયાત્રા યોજાઇ હતી. જેમાંશ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને શિવભક્તો જોડાયા હતા.
કથાપ્રારંભે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ચીફ એકાઉન્ટન્ટ શ્રી અજયકુમાર દૂબે દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓશ્રી એ કથાકાર ડો.શ્રી પંકજભાઇ રાવલનું વ્યાસપૂજન કરેલ અને કથાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ.
કથા વક્તા ડૉ.પંકજકુમાર રાવલે જણાવેલ કે “સ્કંદપુરાણમાં 07 અધ્યાયમાં શિવમહાપુરાણનું માહાત્મ્ય વર્ણન્વીત છે. શાસ્ત્ર એ શું કરવું અને શું ન કરવું તે જણાવે છે. મનુષ્યે પાપમુક્તિ માટે મંદિરે જવાની જરૂર નથી પણ, જ્યારે તમારા પુણ્યનો ઉદય થાય અને જીવ પાપમુક્ત બને ત્યારે જ જીવ મંદિરે પહોચે છે. શાસ્ત્ર કેમાં છે? જે ચારવેદ- ચાર ઉપવેદ- છ વેદનાઅંગો-
છ દર્શનો-અઢારપુરાણો- ત્રેષઠ સ્મૃતીઓ- અઢાર ઉપપુરાણો- અઢાર ઔપપુરાણો-રામાયણ-મહાભારત આ બધાનોસમન્વય એટલે શાસ્ત્ર. શાસ્ત્રની શરૂઆત પ્રશ્નથી થાય, જે પ્રશ્ર્ન કેવો, હોવો જોઇએપ્રશ્ન પુછનારના આત્મકલ્યાણ માટે જોડાયેલો હોવો જોઇએ અન્યથા તો પ્રશ્નના ઉત્તરમાંજગતનુ કલ્યાણ તેવો પ્રશ્ન હોવો જોઇએ.       શિવકથા તા.26 થી અમાવસ્યા સુધી 09 દિવસ સુધી સતત ભાટીયા ગ્રાઉન્ડ ખાતે સાંજે 04-00 થી 07-00 દરમ્યાન આયોજિત હોય જેમાં ભક્તોને જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટનું હાર્દિક નિમંત્રણછે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.