Western Times News

Gujarati News

સાડા ત્રણ કલાકનાં રેસ્ક્યુ બાદ છોટાઉદેપુર ખાતે નદી વચ્ચે ફસાયેલી યુવતીને બહાર કઢાઈ (જૂઓ વિડીયો)

ગુજરાતમાં મેઘતાંડવ: લશ્કરની મદદ લેવાઈઃ NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમો તૈનાત

૭૬ ડેમ સંપૂર્ણ ભરાયાઃ રેલવે વ્યવહાર ખોરવાયોઃ ગુજરાત માટે હજુ પાંચ દિવસ ભારે

અમદાવાદ, ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ કેન્દ્રિત થતા સમગ્ર રાજ્યમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં નગરો અને મહાનગરો જળમગ્ન બની ગયા છે અને સેંકડો લોકો પાણીમાં ફસાઈ જતાં સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદનાં પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ૭૬ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયાં છે.

છોટાઉદેપુર જિલ્લાનાં મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ હતી. જિલ્લાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ સાડા ત્રણ કલાકનાં રેસ્ક્યુ બાદ સુરક્ષિત રીતે યુવતીને બહાર કાઢી.

૯૬ ડેમ હાઈએલર્ટ ઉપર મૂકવામાં આવ્યાં છે. જ્યારે ૪૬ ડેમ ૮૦ ટકા જેટલા ભરાયા છે. તમામ જળાશયો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં માટે એનડીઆરએફની ૧૩ અને એસડીઆરએફની ૨૨ ટીમો તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત બચાવ કામગીરી માટે લશ્કરની મદદ પણ માંગવામાં આવી છે.

અને પાંચ ટુકડી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યું છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. આ ઉપરાંત ભરૂચ, જામનગર, નવસારી, ઠાસરા, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરો અને મહાનગરોમાં રસ્તાઓ ઉપર હોડી ફરતી જોવા મળી રહી છે.

અતિભારે વરસાદનાં પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે વિમાની સેવાને પણ અસર પહોંચી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને આવતીકાલે રાજ્યનાં ૯ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સર્જાયેલા મેઘતાંડવના પગલે મુખ્યમંત્રી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી છે.

બુધવારે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે બે દિવસમાં ૧૫ જેટલી વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ૨૩ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી વચ્ચે ફસાઈ ગયેલી ૩૧૮ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટ વચ્ચે જામનગરમાં તોફાની વરસાદ ત્રાટકી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતો હોવાથી મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એકસાથે અનરાધાર વરસાદ વરસતા જામનગરના ઘાંચીની ખડકી, નવાગામ ઘેડ, રામેશ્વર નગર, કાલાવડ નાકા વિસ્તાર, ખોજા ગેઇટ, પટેલ પાર્ક, ગોકુલ દર્શન ઉપરાંત રણજીતસાગર રોડ પર આવેલ મોટાભાગના વિસ્તારો પાણીમાં ગળાડૂબ બન્યા હતા.

જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આભની અટારીએથી ઉપાધિ ઉમટતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે રાજકોટમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે.

જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અનેક નિચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ ગયા છે. રાજકોટના ભાદર ૨ ડેમના ૧૮ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે આસપાસનાં ગામડાઓને તાકીદ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એટલે કે, છ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટનાં લોધિકામાં પણ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ આવનારા ૨૪ કલાક પણ સૌરાષ્ટ્ર માટે ભારે છે.આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જામનગરમાં કેટલીય જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ગામોના લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં કેટલાંક સ્થળો પાણીમાં ગરકાવ છે જેના કારણે વાહનવ્યવહારને અસર થઇ છે.

વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ સરજાય છે. નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલગ અલગ વિસ્તારોમાં કંમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. આપ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના જ્યાં નજર કરશો ત્યાં અડધા ઉપરનો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળશે ત્યાં સુધી કે મકાનના છાપરા સુધી પાણી ભરાય છે એટલે આપ વિચારી શકો છો કે વડોદરા.

શું સ્થિતિ હશે? ત્યાં રહેતા લોકો જો સમય સમયસર સ્થળાંતરિત થયા હશે તો સારી વાત છે પરંતુ જો તેમનું સ્થળાંતર નહીં થઈ શક્યું હોય તો એમની શું પરિસ્થિતિ હશે? તેઓ ક્યાં આશરો લઈ રહ્યા હશે તે સૌથી મોટી વાત છે. વડોદરામાં એક તરફ વરસાદ અને એક તરફ વિશ્વામિત્રી નદીના સતત વધતા પાણી શહેરી જનો માટે આફત બનીને આવ્યા છે.

અત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છે. સુરામ ભઠ્ઠો આ વિસ્તાર છે. જોઈ શકો છો દયનીય સ્થિતિ કુદરતની આફત છે. માનીય છે કોર્પોરેશન તંત્રએ પણ તેના પ્રયાસો જરૂર ગઈકાલે પણ કર્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ જે રીતે અહીંયા સ્પીકર પર જાહેરાતો કરતા હતા કે પરશુરામ ભઠ્ઠામાંથી લોકો સુરક્ષિત જગ્યાએ ખસી જાય તંત્રે.

પણ અનેક બસ અહીંયા મૂકી હતી કે લોકો સુરક્ષિત જગ્યાએ જાય અનેક લોકો ગયા છે અત્યાર સુધી ૨૫૦ થી વધુને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે પરંતુ આપ જોઈ શકો છો આ નજારો પરશુરામ ભઠ્ઠા વિસ્તારના ૩૦૦થી વધુ ઘરની અંદર પાણી ભરાયા છે.

ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સોમવારે (૨૪ કલાક) ૨૫૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ ૧૩.૮૮ ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પંચમહાલના મોરવા હડફમાં ૧૩.૮૪ ઇંચ, ખેડાના નડિયાદમાં ૧૩.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબીના વાંકાનેર, આણંદના તારાપુર, ગોધરા, ખંભાત, પાદરા, આણંદ, વડોદરા, બોરસદમાં ૧૨ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ખેડાના વસો અને આણંદના સોજીત્રામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધોળકા, મેઘરજ, મહુવા, મહેમદાવાદ, સંતરામપુર, શેરા, કાલાવાડ, ગળતેશ્વર, ખંભાળિયા, રાજકોટ, પેટલાદ, નખત્રાણા, મોરબી, બાલાશિનોર, માંડવીમાં ૯ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

તો ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ૯.૧૬ ઇંચ, સુરતમાં ૨૯ દ્બદ્બ એટલે કે એક ઇંચથી થોડો વધારે વરસાદ નોંધાયો છે. વડોદરામાં ૧૨ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગઈકાલે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.