Western Times News

Gujarati News

ભરૂચમાં મેઘમેળાને વરસાદનું વિધ્ન

પ્રતિકાત્મક

મેળામાં નહિવત લોકો ઉમટતા રોજગારી નહિ મળતા વેપારીઓ ચિંતામાં મુકાયા

(પ્રતિનિધિ) ભરૂચ, છપ્પનિયા દુકાળથી માત્ર ભરૂચ જીલ્લામાં જ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને શ્રાવણી સાતમથી દશમ સુધી ચાર દિવસ મેઘમેળામાં લાખોનું માનવ મહેરામણ ઊમટતુ હોય છે

પરંતુ વરસાદના વિઘ્‌ન સાથે રેડ એલર્ટ રહેતા વરસાદી માહોલ યથાવત રહેતા વેપારીઓએ સ્ટોલ લગાવ્યા અને મેળા જેવો માહોલ જામ્યો પરંતુ વરસાદના કારણે લોકો અવરજવર નહિવત રહેતા વેપારીઓની ચિંતા વધી રહી હોય અને મેઘમેળો આ વખતે વેપારીઓ માટે રોજગારી માટે નિષ્ફળ રહે તેવો ભય ઉભો થઈ ગયો છે.

ભરૂચ જીલ્લામાં મેઘરાજાની સ્થાઓના બાદ ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘમેળો ઉજવાતો હોય છે અને આ મેળામાં માત્ર ભરૂચ જીલ્લાના જ નહિ પરંતુ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓ માંથી વેપારીઓ ધામા નાંખી મેળામાં રોજગારી મેળવતા હોય છે.પરંતુ હાલ મેઘમેળો શ્રાવણી સાતમથી શરુ થતા જ ભરૂચમાં વરસાદના વિઘ્‌ન રૂપી રેડ એલર્ટ જાહેર કરતા સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે

અને મેધ મેળા માં બે હજારથી વધુ સ્ટોલ લાગ્યા છે પરંતુ મેળામાં લોકોની અવરજવર નહિવત રહેતા વેપારમાં મંદીનો માહોલ ઉભો થતા અને હજુ પણ મેઘમેળાને નોમ અને દશમ બે દિવસ બાકી છે.ત્યારે હજુ પણ વેપારીઓ અંતિમ સમયમાં મેઘમેળો જામે તેવી આશાઓ વેપારીઓ કરી રહ્યા છે.

મેઘમેળામાં સાતમના દિવસે લોકોનું માનવ મહેરામણ વરસાદના કારણે નહિવત રહ્યું તેવી જ રીતે ગોકુળ આઠમના દિવસે પણ વરસાદ યથાવત રહેતા મેઘમેળાની રોનક હજુ જામતી નથી અને હજુ મેઘમેળા ને નોમ અને દશમ બે દિવસ બાકી છે ત્યારે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ હાલ મેઘમેળામાં રહેલા વેપારીઓ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.