Western Times News

Gujarati News

જુગારીઓ સામે અમદાવાદ શહેર પોલીસની લાલ આંખ

Files Photo

૧૮થી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરીને ૧૧૩ કેસ કરી ૬૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો

ક્રાઇમ બ્રાન્ચ અને સાતેય ઝોનની ટીમોએ કુલ ૬૩૨ આરોપીઓની અટકાયત કરી

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિકના માર્ગદર્શનમાં અમદાવાદ શહેર પોલીસે જુગારીઓ વિરુદ્ધ કડક હાથે કામગીરી કરી છે. જુગારની પ્રવૃત્તિને નાથવા માટે ૧૮થી ૨૬ ઓગસ્ટ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ દિવસો દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ જુગાર ધારા હેઠળ કુલ ૧૧૩ કેસો કર્યા. જેમાં રોકડ રકમ રૂ. ૨૩,૨૪,૧૨૦/- તથા રૂ. ૩૬,૭૬,૨૫૦/-નો અન્ય અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ. ૬૦,૦૦,૩૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરીને ૬૩૨ આરોપીઓની અટકાયત કરી હતી.

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ અને સાતેય ઝોનની ટીમ દ્વારા થયેલી કામગીરીની વિગતો જોઈએ તો ઝોન-૧ ના ૫૯ કેસ, ઝોન-૨ના ૯૩ કેસ, ઝોન-૩ના ૧૪ કેસ, ઝોન-૪ના ૨૦૧ કેસ, ઝોન-૫ના ૧૬૭ કેસ, ઝોન-૬ના ૨૯ કેસ, ઝોન-૭ના ૩૬ કેસ, ક્રાઇમબ્રાન્ચના ૩૩ કેસ એમ મળી કુલ ૬૩૨ કેસ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.