Western Times News

Gujarati News

કરાર આધારિત સરકારી તજજ્ઞ તબીબોનો પગાર વધારીને ૧.૩૦ લાખ કરાયો

(એજન્સી)અમદાવાદ, સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. ૩૦૦ થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને હાલમાં રૂપિયા ૯૫,૦૦૦નું વેતન આપવમાં આવે છે. ગુજરાત સરકારે આ વેતનમાં વધારો કરીને હવેથી રૂ. ૧,૩૦,૦૦૦ લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવતી નથી.

આથી ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે. સરકારે કરેલા નિર્ણય અનુસાર, જે તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા નથી અને સરકારી દવાખાનામાં કરાર આધારિત ફરજ બજાવે છે તેમને રૂ. ૯૫૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે, આ વેતનમાં વધારો કરીને હવેથી તેમને પ્રતિ માસ રૂ.૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

એટલે કે અંદાજે ૩૭ % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. ૩૦૦ થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પણ પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.