Western Times News

Gujarati News

મુથૂટ ફિનકોર્પે NCDની નવી સિરીઝની જાહેરાત કરી, 350 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું

સબ્સ્ક્રિપ્શન વિન્ડો 28 ઓગસ્ટ, 2024 થી સપ્ટેમ્બર 10, 2024 સુધી ખુલ્લી છે

ત્રિવેન્દ્રમ, 137 વર્ષ જૂના મુથૂટ પપ્પાચન ગ્રૂપ (મુથૂટ બ્લુ)ની મુખ્ય કંપની, મુથૂટ ફિનકોર્પ લિમિટેડ (MFL અથવા “કંપની”) એ રૂ. 2000 કરોડની શેલ્ફ મર્યાદામાં કુલ રૂ. 350 કરોડની રકમ એકત્ર કરવાના લક્ષ્ય સાથે ડિબેન્ચર દીઠ રૂ. 1,000 ના ફેસ વેલ્યુ (“NCDs”) ધરાવતા સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ટ્રાન્ચ I સિરીઝની જાહેરાત કરી છે. કંપની તરફથી આ 17મું ઈશ્યુ છે. ટ્રાન્ચ I ઇશ્યુ રૂ. 100 કરોડનું (“બેઝ ઇશ્યુ સાઇઝ”) છે,

જેમાં રૂ. 250 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ. 350 કરોડ (“ટ્રાન્ચ I ઇશ્યુ લિમિટ”) (“ટ્રાન્ચ I ઇશ્યુ”) સુધીનો સમાવેશ થાય છે. રૂ. 1,000 ની ફેસ વેલ્યુ સાથેનો ટ્રાન્ચ I ઈશ્યુ, અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તેની કંપનીની સ્ટોક એલોટમેન્ટ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે તેમ વહેલા બંધ થવાને અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝના ઈસ્યુ અને લિસ્ટિંગ) રેગ્યુલેશન્સ, 2021ના સંશોધિત નિયમ 33A અનુસાર (SEBI NCS રેગ્યુલેશન્સ) સંબંધિત મંજૂરીઓને આધીન, 28 ઓગસ્ટ, 2024 થી જાહેર જનતા માટે ખુલ્લો છે અને 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ બંધ થાય છે.

ટ્રાન્ચ I ઇશ્યૂ હેઠળની એનસીડી, I, II, III, IV, V, VI, VII, VIII, IX, X, XI, XII અને XIII જેવા વિવિધ વિકલ્પો સહીત ચુકવણીના માસિક, વાર્ષિક અને સંચિત વિકલ્પો સાથે  24, 36, 60, 72 અને 92 મહિનાના પાકતી મુદ્દત/કાર્યકાળના વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી રહી છે, જેમાંથી ગ્રાહકો તેમની અનુકૂળતા મુજબના વિકલ્પો પસંદ કરી શકે છે. તમામ શ્રેણીઓના રોકાણકારોના NCD ધારકો માટે અસરકારક વળતર (વાર્ષિક) 9.38% થી 10.10% સુધીનું છે.

ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા એનસીડી ટ્રાન્ચ I હેઠળ જારી કરાયેલ એનસીડીને ક્રિસીલ AA-/Stable (સ્થિર આઉટલૂક સાથે ક્રિસીલ ડબલ A માઈનસ રેટિંગ તરીકે ઉલ્લેખવામાં આવે છે) પર રેટ કરવામાં આવ્યા છે અને તેને BSE ના ડેટ માર્કેટ સેગમેન્ટમાં સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ટ્રાન્ચ I ઇશ્યુ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ આગળના ધિરાણ અને અમારી કંપનીના વર્તમાન ઉધારના વ્યાજ અને મુદ્દલની ચુકવણી/પૂર્વચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઇઓ, શાજી વર્ગીસે જણાવ્યું કે “અમને એનસીડીની નવી સિરીઝની જાહેરાત કરીને ખુબ આનંદ થઇ રહ્યો છે. આ નવી સિરીઝ આકર્ષક વ્યાજ દરો, રોકાણકારો માટે કાર્યકાળના વિકલ્પો અને વ્યાજ ચૂકવવાના વિકલ્પોમાં સુગમતા પ્રદાન કરશે. રોકાણકારો દેશભરમાં મુથૂટ ફિનકોર્પની 3700+ શાખાઓ દ્વારા અથવા અમારી મોબાઇલ એપ્લિકેશન, મુથૂટ ફિનકોર્પ વન (રૂ. 5 લાખ સુધી) દ્વારા ઘરબેઠા સરળતાથી રોકાણ કરી શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.