Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ શિવાજીની પ્રતિમા તોડવાના કેસમાં પહેલી ધરપકડ

મુંબઈ, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના કેસમાં શુક્રવારે પહેલી ધરપકડ કરવામાં આવી હતી. સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી છે.

કોલ્હાપુર ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સવારે ૩ વાગ્યે સિંધુદુર્ગ કેસમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલની ધરપકડ કરી હતી. પાટીલની માલવણ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોલ્હાપુર પોલીસે આરોપીને માલવાન પોલીસને સોંપી દીધો.

અગાઉ, પોલીસે કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલને એફઆઈઆરમાં આરોપી તરીકે નામ આપ્યા હતા.છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડવાના મામલામાં બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ફરિયાદમાં કોન્ટ્રાક્ટર અને કારીગર કંપનીના માલિક જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ડૉ. ચેતન પાટીલ પર બેદરકારી અને કામની નબળી ગુણવત્તાનો તેમજ પ્રતિમાની આસપાસના લોકોને સંભવિત રૂપે નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સિંધુદુર્ગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યારે સિંધુદુર્ગમાં પ્રથમ વખત નૌકાદળ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિમાનો ઉદ્દેશ્ય મરાઠા નૌકાદળના વારસા અને છત્રપતિ શિવાજી મહારાજના દરિયાઈ સંરક્ષણ અને સુરક્ષા તેમજ આધુનિક ભારતીય નૌકાદળ સાથેના તેના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનો હતો.

આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના સહયોગથી ભારતીય નૌકાદળ દ્વારા પરિકલ્પના અને નેતૃત્વ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે સરકારે ભંડોળ પૂરું પાડ્યું હતું.શિવાજીની પ્રતિમા તુટી પડ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

શિવસેના અને એનસીપી સહિત તમામ વિરોધ પક્ષો આ મુદ્દે ભાજપ અને શિંદે સરકારને ઘેરી રહ્યા છે.છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઊંચી પ્રતિમાનું ૮ મહિના પહેલા ૪ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.

તેનું ઉદ્ઘાટન નૌકાદળ દિવસની ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું. શિવાજી મહારાજના દૂરંદેશી પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપતા, આ પ્રતિમા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સ્થાપિત કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.