Western Times News

Gujarati News

રેમન્ડ લાઇફસ્ટાઇલનો ઝડપથી વિકસતા મેન્સ વેર વેડિંગ માર્કેટમાં મજબૂત વૃદ્ધિનો લક્ષ્યાંક

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2024 – રેમન્ડ ગ્રુપની ટૂંક સમયમાં લિસ્ટ થનારી ડિમર્જ કંપની રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ (“RLL”) ઝડપથી વિકસતા મેન્સ વેર વેડિંગ માર્કેટમાં વર્ષ 2027 સુધીમાં લગભગ 7 ટકા બજાર હિસ્સો મેળવવા માટે 15 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે.

ભારતીય મેન્સ વેર વેડિંગ માર્કેટ લગભગ રૂ. 75,000 કરોડનું હોવાનું મનાય છે અને રેમન્ડ 100 વર્ષના વારસા સાથે બજારમાં સૌથી મોટી બ્રાન્ડેડ કંપની છે. આરએલએલે નાણાંકીય વર્ષ 2024માં વેડિંગ બિઝનેસથી રૂ. 2,550 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું જેમાં રેમન્ડના લગ્નો તથા પ્રસંગોના વસ્ત્રો તથા તેની એથનિક વેર ઓફરિંગ એથનિક્સનો સમાવેશ થાય છે.

Raymond Lifestyle eyes strong growth in fast growing Men’s Wear wedding market

વિકસતા વેડિંગ માર્કેટ પર ધ્યાન અંગે રેમન્ડ લાઇફસ્ટાઇલના સીઈઓ શ્રી સુનીલ કટારિયાએ જણાવ્યું હતું કે “રેમન્ડ બ્રાન્ડ ભારતીય વેડિંગ મેન્સ વેર માર્કેટમાં આઈકોનિક સ્ટેટસ ધરાવે છે. રેમન્ડના સૂટ વિના કોઈ લગ્ન પૂરા ન હોઈ શકે એમ કહેવું જરાય અતિશયોક્તિ નહીં કહેવાય.

એથનિક્સે માર્કેટમાં તેની પોતાની અનોખી સ્થિતિ સ્થાપી છે અને અમે આગામી 3 વર્ષોમાં બીજા 300 એથનિક્સ સ્ટોર્સ ઉમેરવા સાથે અમારી ભૌતિક હાજરી લગભગ ત્રણ ગણી કરવાની યોજના ધરાવીએ છીએ. અમારું માનવું છે કે અમે આ વેડિંગ સેગમેન્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી શકીએ છીએ અને પ્રભુત્વ ધરાવતા માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને નોંધપાત્ર મજબૂત બનાવી શકીએ છીએ.”

ફોકસ્ડ અને પ્યોર પ્લે કન્ઝ્યુમર બિઝનેસ તરીકે આરએલએલ બ્રાન્ડેડ ટેક્સટાઇલના કોરને મજબૂત કરવાના, એપરલ ગાર્મેન્ટિંગની વૃદ્ધિને વેગ આપવા તથા એથનિક વેર, ઇનર વેર, સ્લીપ વેર અને ઇન્ટરનેશનલ રિટેલ જેવી નવી કેટેગરીઝ બનાવવાના ત્રિ-પાંખિયા વ્યૂહાત્મક અભિગમને આગળ ધપાવી રહી છે. આરએલએલ દેશમાં તેની વિસ્તરણ હાજરીને વધારવા પર ધ્યાન આપી રહી છે અને આગામી ત્રણ વર્ષમાં 650થી વધુ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઈબીઓ) ઊભા કરવાની યોજના ધરાવે છે.

રેમન્ડ ભારતમાં 10મી સૌથી મજબૂત બ્રાન્ડ છે અને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા માન્યતા મેળવનારી એકમાત્ર ફેબ્રિક અને એપરલ બ્રાન્ડ છે. ધ કમ્પ્લીટ મેનના અનેરા વારસા દ્વારા માર્ગદર્શિત રેમન્ડે હંમેશા વિશ્વાસ, ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા દર્શાવી છે. આરએલએલ આ વારસાને આગળ લઈ જવા માટે તૈયાર છે અને એ જ કાલાતિત સૌંદર્ય સાથે પુરૂષોની ફેશનને વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.