Western Times News

Gujarati News

મહુધાઃ ક્રાઈમ બ્રાંચે કન્ટેનર ટ્રકમાંથી રૂ. ૧૧.૭૧ લાખનો વિદેશી દારૂ પકડી પાડ્‌યો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના હેતુથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે

તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે સંદીપ જી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.

તથા એલ.સી.બી. શાખાના અ.હેડ.કો. ચિંતનકુમાર , કુલદિપસિહ , ભાવેશભાઇ ઓ હાઇ-વે પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન સંદીપ જી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ હતી કે, એક ્‌છ્‌છ કંપનીની કંન્ટેનર બોડી વાળી ટ્રક ગાડી નં-ૐઇ ૫૫ છહ્લ ૭૬૮૧ જેમાં સામાન ભરેલ પુઠાં બોક્ષની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે.

જે ટાટા કંન્ટેનર ટ્રક ગાડી કઠલાલ તરફથી આવી નડીયાદ રોડ તરફ જનાર છે. જે આધારે ઘોરણસર જરૂરી તૈયારીઓ કરી વોચમાં રહેતા બાતમી હકિકત મુજબની ટ્રક આવતા ઉભી રાખવાનો ઇશારો કરતા ટ્રક ચાલકે ટ્રકની સ્પીડ વધારી ભાગવાના ઇરાદે હંકારી મુકેલ જેનો પીછો કરી થોડે આગળ અવરોધ કરી ઉભી રખાવેલ અને સદર ટ્રકનો ડ્રાઇવર નાસવા જતા તેને પકડી લીધેલ તેનુ નામઠામ પુછતા પોતાનુ નામ ઝહીરખાન જી/ર્. રહમતખાન મુનીરખાન મેવ ઉ.વ.૩૮ રહે.મકાન નંબર-૩૧, વોર્ડ નંબર- ૦૧, મછરોલી, મસ્જીદ પાસે, તા.જી-નૂહ (હરીયાણા)નો હોવાનુ જણાવેલ અને ટ્રકમાં ભરેલ સામાન બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જવાબ આપતો હોય

તેને સાથે રાખી ટ્રકના કન્ટેનરના દરવાજા પાછળથી ખોલાવી જોતા પ્રથમ ત્રણ જેટલી હરોળમાં અન્ય સામાન ભરેલ પુઠાંના બોક્ષ દેખાતા હતા જેથી વધુ તપાસ માટે કન્ટેનરની અંદર જઇ જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના લેબલ વાળા બોક્ષ નજરે પડેલ હતા અને આડાશ વાળા પુઠાના સામાન ભરેલ બોક્ષ તથા વિદેશી દારૂ ભરેલ બોક્ષની સંખ્યા વધારે પ્રમાણમાં હોય અને વરસાદી વાતાવરણને ધ્યાને લઇ સદર ટ્રક પંચો તથા

અમો પોલીસના જાપ્તામાં જીલ્લા ટ્રાફીકની કચેરી ડભાણ ખાતે લઇ જઇ સામાન ભરેલ બોક્ષ ઉતારી પ્રોહી મુદ્દામાલની ગણતરી કરતા. જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ બોટલ નંગ-૮૬૪૦ પ્રોહી કિ.રૂ. ૧૨,૭૭,૦૦૧ /- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કન્ટેનર ટ્રક કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/- તથા નાંના બાળકોને રમવાંના સાધનો તથા અભ્યાસ કરવાના સ્ટડી ટેબલો કુલ બોક્ષ નંગ-૭૩૫ જેની કિ.રૂ.૧૨,૭૭,૦૦૧/- મળી કુલ રૂ. ૪૯,૫૮,૨૦૧ /-નો મુદ્દામાલ કબ્જે કરી મહુધા પોલીસ સ્ટેશન ખાતે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ ગુનો રજીસ્ટર કરાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.