Western Times News

Gujarati News

વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજને મુખ્યમંત્રીની મંજૂરી

વડોદરા, વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ.૧ર૦૦ કરોડના વિશ્વામિત્રી રિવર રિવાઈવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે. આ પ્રોજેકટ માટે મુખ્યમંત્રીએ એક કમિટી બનાવીને આ કમિટીમાં મ્યુનિ. કમિશનર, કલેકટર અને તમામ વિભાગના અધિકારીઓ રહેશે.

મુખ્યમંત્રીએ વડોદરામાં પૂરથી સર્જાયેલી તારાજીનું ગુરુવારે નિરીક્ષણ કર્યું હતું. રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ શહેરીજનોને મળ્યા હતા. ત્યારબાદ કલેકટર ઓફિસમાં ધારાસભ્યો સહિત પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળ્યા હતા. આ મીટિંગમાં વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરા માટે વિશ્વામિત્રી રિવર રિવાઈવલ અને રિડેવલપમેન્ટ માટે માંગણી કરી હતી અને મુખ્યમંત્રીએ તે મંજૂર કરી હતી.

આ પ્રોજેકટ રૂ.૧ર૦૦ કરોડની આસપાસનો છે. જેમાં મુખ્યમંત્રીએ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને તુરંત આ પ્રોજેકટમાં તૈયારીઓ કરીને આ પ્રોજેકટ સરકાર સમક્ષ મૂકવા અને ત્યારબાદ ઝડપથી આ પ્રોજેકટને ચાલુ કરી દેવા માટેની ખાસ સૂચના આપી છે.

મુખ્યમંત્રીએ ખાસ તો વિશ્વામિત્રી રિવર રિવાઈવલ અને રિડેવલપમેન્ટ પ્રોજેકટને કેવી રીતે એÂક્ઝકયુટ કરી શકાય તે માટે એક કમિટી બનાવવાનું જણાવ્યું છે. આ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર, કલેકટર અને તમામ વિભાગના લોકો હશે અને જલદીથી જલદી સરકારમાં આ પ્રોજેકટને મોકલશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.