Western Times News

Gujarati News

ગોધરાના મુખ્ય માર્ગો ખાડાઓમાં પરિવર્તિત થતા અકસ્માતની ભિતી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સતત વરસેલા અનરાધાર વરસાદ ના પગલે ગોધરા નગરપાલિકા ની બહાર આવેલ વહીવટી બેદરકારીઓ મા શહેરના લગભગ જાહેર માર્ગોનું બરાબરનું ધોવાણ થઈ ને ઠેરે ઠેરે કપચીઓ સહિત ખાડાઓનું સામ્રાજ્ય પ્રસરી જતા વાહન ચાલકો અને રાહદારીઓ પારવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગોધરા શહેરમાં એક વર્ષ પૂર્વે લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાહેર માર્ગો ખાડાઓમાં પરિવર્તિત થતા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે.

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થી અવિરત પડેલા વરસાદને લઈને ગોધરા શહેર ના હાઈવે ના મોટાભાગ ના મુખ્ય માર્ગો સહિત શહેરના રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાતા ઉબડખાબડ થઈ ગયા છે. જેને લઈને અવર-જવર કરી રહેલા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ મા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા ૧૬ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત બન્યું હતું.ત્યારે ગતરોજ વરસાદ રોકાતા જનજીવન ફરીથી ધબકતું બન્યું હતું. ત્યારે મુખ્ય માર્ગો ઉપર ફરી વાહનો અવર-જવર કરતા જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતે મુખ્ય માર્ગો પર મસ મોટા ખાડાઓ તેમજ કપચીઓ બહાર આવવા પામી છે .

તે જોતા કેટલાક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક વાહનો મા નુકસાન થવાનું જાણવા મળ્યું છે પરંતુ પાલિકા ના સત્તાધીશો ઊંઘ માંથી ઊઠવાનું નામ નથી લેતા જેને લઇને શહેરીજનોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ તો બે દિવસોથી જે રીતે વરસાદે વિરામ લીધો છે તે જોતા શહેરના મુખ્ય માર્ગો કે શહેરા ભાગોળ રોડ , લાલબાગ બસ સ્ટેન્ડ રોડ, બગીચા રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ, પાંજરાપોળ કલાલ દરવાજા રોડ, સહિત અન્ય વિસ્તાર ના મુખ્ય માર્ગો તેમજ પશ્ચિમ વિસ્તારના મોટાભાગના રોડ રસ્તાઓની હાલ અત્યંત જર્જરીત અને દહનીય હાલતમાં જોવા મળી રહ્યા છે.

હાલ તો શહેર ના મુખ્ય માર્ગો પર પડી ગયે મસમોટા ખાડા નુ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. થોડા જ દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે અને તમામ ગણેશ મંડળો આ મુખ્ય માર્ગો ઉપરથી પોતાના શ્રીજીના આગમન સહિત વિસર્જનની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે આ મુખ્ય માર્ગોને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી ગણેશ મંડળો મા પણ માંગ ઉઠવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.