Western Times News

Gujarati News

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિકને ૫ વર્ષની સખત કેદની સજા

(એજન્સી)લખનૌ, પૂર્વ ભારતીય સૈનિક સૌરવ શર્માને ગુજરાતના એક વ્યક્તિ સાથે મળીને પાકિસ્તાન માટે જાસુસી કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. લખનઉની એનઆઇએ સ્પેશિયલ કોર્ટે પાકિસ્તાન સાથે સંબંધિત જાસૂસી કેસમાં શર્માને દંડની સાથે ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

સૌરવ શર્માની જાન્યુઆરી ૨૦૨૧માં ગુજરાતના રહેવાસી એવા આરોપી અનસ યાકુબ સાથે ધરપકડ કરવામાં આવી હતી.બંને સામે પાકિસ્તાન માટે જાસુસી કરવાનો આરોપ લાગેલો હતો.

સૌરવ શર્મા ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાનો રહેવાસી છે. તેને ભારતીય દંડ સંહિતા,અનધિકૃત પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ યુએપી અધિનિયમ અને અધિકૃત રહસ્ય અધિનિયમની વિવિધ કલમો હેઠળ સજા કરવામાં આવી છે.પૂર્વ સૈનિક સૌરવ શર્માને પાકિસ્તાન સાથે સંબંધિત જાસૂસી કેસમાં દોષિત ઠેરવી સજા સંભળાવવામાં આવી છે. દંડની સાથે વધુમાં વધુ ૫ વર્ષની સખત કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સૌરવ શર્માની જાન્યુઆરી ૨૦૨૧માં અન્ય આરોપી અનસ યાકુબ સાથે ધરપકડ કરવામાં આવી હતી. અનસ યાકુબ ગુજરાતનો રહેવાસી છે. એનઆઇએએ ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યુપી એટીએસ પાસેથી આ બે આરોપીઓની કસ્ટડી લીધી હતી અને તેમની સામે કેસ નોંધ્યો હતો.એનઆઇએએ બંને સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે સૌરવ શર્મા અગાઉ ભારતીય સેનામાં સિગ્નલમેન હતો. બાદમાં તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટો સાથે જાસૂસી રેકેટમાં સામેલ થયો હતો. સૌરવે નકલી નામ નેહા શર્માનો ઉપયોગ કરીને ભારતીય સેના વિશે ગુપ્ત માહિતી શેર કરી હતી.

લીક થયેલી માહિતીમાં ભારતીય સેના સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી સામેલ છે. સૌરવ શર્માએ પાકિસ્તાની સ્ત્રોતો અને સહ-આરોપી અનસ યાકુબ ગિટેલી સહિત ગુપ્ત માહિતી અને સંવેદનશીલ માહિતીના બદલામાં અનેક સ્ત્રોતો પાસેથી નાણાં મેળવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.