Western Times News

Gujarati News

હિટ મશિન જોડી- સચીન-જીગર સા રે ગા મા પા સાથે રિયાલિટી ટેલિવિઝનમાં પ્રવેશશે

ગત વર્ષે, સપ્તાહ દર સપ્તાહ ઝી મ્યુઝિક કંપની પર તેમના મૂલ સિંગલ્સ રિલિઝ કરવાની તક દ્વારા તેમની પ્રતિભાની ગાયકીને સેન્સેશન્સ બનાવ્યા બાદ જાણિતા ગાયકી રિયાલિટી શો, ‘સા રે ગા મા પા’ એ એક નવી સિઝન લઇને આવી છે, તે પણ મેન્ટોરની નવી પેનલ તથા ભારતના કેટલાક સુંદર નવા અવાજ સાથે – નયી આવાઝ, નયે અંદાઝ મેં.

આ વખતે સ્પર્ધકોને તેમના મેન્ટોર દ્વારા વ્યાપક રીતે તૈયાર કરવામાં આવશે, જેમાંથી દરેક લોકો તેમના પ્રોટેજિસની સંગીતની મુસાફરીમાં ઊંડાણપૂર્વક રોકાણ કરશે, જેનાથી તેમના શિખવામાં નવો વણાંક ઉમેરાશે, જેથી તેઓ સાથે મળીને આ પ્રસિદ્ધ ટ્રોફી માટે સ્પર્ધા કરશે. આજના સંગીત કમ્પોઝર, જેમની હિટ ધૂન ભારતની દરેક લાગણીઓ સાથે ગૂંજી ઉઠે છે, તેઓ પણ આ સ્પર્ધાત્મક વાતાવરણમાં એકબીજાની સાથે જોડાયા છે, તો સંગીતની ચિનગારી પ્રજ્વલિત થશે!

આ સિઝનથી પ્રસિદ્ધ કમ્પોઝર- હિટ મશિનની પ્રસિદ્ધ જોડી સચિન-જિગર પણ રિયાલિટી ટેલિવિઝનમાં પ્રવેશ કરશે, પગ થિરકાવતા, ‘ઠુમકેશ્વરી’, ‘કમરીયા’, ‘અપના બના લે’, ‘બિટ પે બૂટી’ અને ‘નદિયોં પાર’ જેવા ગીતો માટે પ્રસિદ્ધ આ જોડીમાં ટેકનિકલ રીતે ખૂબ જ હોશિયાર છે, એટલું જ નહીં, પરંતુ મૌલિક્તાનો પણ દૌર શોધી રહ્યા છે, તેઓ તેમની કુશળતાને વધુ સારી રીતે નિખારવા માટે દરેક વ્યક્તિ સાથે જોડાણ કરવા આતુર છે!

સચીન અને જિગર કહે છે, “અમે રિયાલિટી ટીવી સાથે નવો પ્રવેશ કરી રહ્યા છે અને અમારા નવપ્રવેશ માટે સા રે ગા મા પાથી વધુ સારું બીજું શું હોઈ શકે. અમારી સાથોસાથ, મેન્ટોરની સંપૂર્ણ નવી પેનલ પણ છે, જેઓ પ્રથમ વખત સા રે ગા મા પા પર પ્રથમ વખત જોવા મળી રહ્યા છે.

અમે આશા રાખીએ છીએ કે, મેન્ટોર તરીકે અમે પ્રતિભાશાળી અને ઉભરતા ગાયકોને મદદ કરીએ અને તેમને તેમની ક્ષમતા નિખારવામાં મદદ કરી શકીએ. એક મેન્ટોર તરીકે, અમે તેમની અલગ શક્તિને ઓળખવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને દરેક સ્પર્ધકની કુશળતાએ તેમને સંપૂર્ણ ક્ષમતાથી વિકસવામાં મદદ મળે છે.”

તો જોડાયેલા રહો પ્રસિદ્ધ ગાયકી આધારિત રિયાલિટી શો- સા રે ગા મા પાની નવી સિઝનના પ્રિમિયર માટે જે જલ્દી રજૂ થશે ઝી ટીવી પર!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.