Western Times News

Gujarati News

AMCના ડેપ્યુટી કમિશનરને હાઈકોર્ટમાં માફી કેમ માંગવી પડી!

ડેથ સર્ટિફિકેટમાં એએમસીની ભૂલ છતા ધક્કા ખાવા પડતા હાઈકોર્ટે અધિકારીનો ઉધડો લીધો

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં ૬૧ વર્ષીય મહિલાએ તેના પતિના ડેથ સર્ટિફિકેટમાં સુધારો કરાવવા કોર્ટમાં નિર્દેશ માગતી અરજી કરી હતી. આ અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તેને અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી.

જોકે મહાનગરપાલિકાએ તેના પતિના સ્પેલિંગમાં ભૂલ કરી હતી, પરંતુ આ ભૂલ સુધારી દેવામાં આવતી નથી. એને કારણે સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા અરજદાર સિનિયર સિટિઝન છે. તેને ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ટ્રાન્સફર અને નિવૃત્તિ લાભો મેળવવા માટે આ પ્રમાણપત્રમાં સુધારાની જરૂર છે. આ મામલે હાઇકોર્ટે નોંધ્યું કે મનપા કર્મચારીઓએ મગજ જ વાપર્યું નથી, એએમસીભૂલ છતાં સુધારી નથી. એને પગલે એએમસીના ડેપ્યુટી કમિશનરને કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં ૬૧ વર્ષીય મહિલાએ તેના પતિના ડેથ સર્ટિફિકેટમાં સુધારો કરાવવા કોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. આ અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તેને અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી.

જોકે મહાનગરપાલિકાએ તેના પતિના સ્પેલિંગમાં ભૂલ કરી હતી, પરંતુ આ ભૂલ સુધારી દેવામાં આવતી નથી. એને કારણે સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા અરજદાર સિનિયર સિટિઝન છે. તેને ઇન્સ્યોરન્સ, પ્રોપર્ટી ટ્રાન્સફર અને નિવૃત્તિ લાભો મેળવવા માટે આ પ્રમાણપત્રમાં સુધારાની જરૂર છે. આ અંગે મહિલાના વકીલે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલે મહિલાના પતિનું મૃત્યુ થતાં મૃત્યુ રસીદ આપી હતી.

એમાં સ્પષ્ટપણે મૃતકનું નામ લખેલું હતું. આ ઉપરાંત મૃતકની દફન રજા ચિઠ્ઠી પણ અમદાવાદ મહાનગરપાલિકામાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીની ક્લેરિકલ મિસ્ટેકથી સ્પેલિંગમાં ભૂલ આવી હતી. એને લઈને મહિલાને વીમો અને પ્રોપર્ટી ટ્રાન્સફરમાં મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરી હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી.

એએમસીએ કહ્યું-મહિલા સાચા દસ્તાવેજ મૂકશે એ સાથે જ સુધારો કરી દેવાશે, તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે મહિલા સાડાછ વર્ષે સર્ટિફિકેટમાં સુધારો કરાવવા આવી હતી, એ જેવા તમામ સાચા દસ્તાવેજો મૂકશે કે તરત જ મૃત્યુ પ્રમાણપત્રમાં સુધારો કરવામાં આવશે.

જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે ચાર મહિનાથી મહિલાને અમદાવાદ મહાનગરપાલિકા અને સિવિલ વચ્ચે ધક્કા ખાવા પડી રહ્યા છે. મહિલા એક સિનિયર સિટિઝન છે. સર્ટિફિકેટમાં સુધારાની જગ્યાએ મહાનગરપાલિકાએ તેને સિવિલ ધક્કા ખવડાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.