Western Times News

Gujarati News

ભચાઉ તાલુકાના બાનીયારી ખાતે X Ray કેમ્પનું આયોજન

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આયુષમાન આરોગ્ય મંદિર – બાનીયારી ખાતે FUJI Film પ્રોજેક્ટ અંતર્ગત X Ray કેમ્પનું આયોજન DTO, THO, STS ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

તારીખ:-02/09/2024 ના રોજ DTO શ્રી ડો. મનોજ દવે તેમજ શ્રી ડો નારાયણસિંહ ( THO – Bhachau ) ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરડીના આયુષ્માન આરોગ્ય મંદિર – બાનીયારી ના બાનીયારી ગામ, જુબેર વાંઢ, મોટી વાંઢ તથા ભુજપર ગામમાં X-RAY કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 101 વ્યક્તિઓ એ આ સેવાનો લાભ લીધો હતો,જેમાં, ફુજી ફિલ્મનો સ્ટાફ,  આર. કે. પટેલ આયુષ્માન આરોગ્ય મંદિરનાં સ્ટાફ CHO-પ્રતિકભાઈ ગોંડલિયા FHW-રીટાબેન માતા MPHW- મિલનભાઈ રમણા ASHA – ભચીબેન, ગોમીબેન દ્વારા આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.