Western Times News

Gujarati News

કુખ્યાત ગેંગસ્ટર અમરનાથ સિંહના મોટા ભાઈની જાહેરમાં હત્યા

પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પ્રાથમિક તબક્કે આ મામલો જમીન વિવાદ હોવાનું માનવામાં આવે છે

ઝારખંડ,  ઝારખંડના જમશેદપુરમાં કુખ્યાત ગેંગસ્ટર અમરનાથ સિંહના ભાઈની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ અમરનાથના મોટા ભાઈ ડબલ્યુ સિંહને જાહેરમાં ગોળી મારી દીધી છે.

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર અમરનાથ સિંહની ગયા વર્ષે જ હુમલાખોરોએ હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મોડી સાંજે જમશેદપુરના મેંગોના શાંતિ નગર વિસ્તારમાં બની હતી. હુમલાખોરોએ ડબલ્યુ સિંહના ઘર પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર અમરનાથ સિંહનો મોટો ભાઈ ડબલ્યુ સિંહ સરકારી કર્મચારી હતો.

તે સિંચાઈ વિભાગમાં નોકરી કરતો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.આ મામલો જમીન વિવાદ હોવાનું માનવામાં આવે છે. પૂછપરછ દરમિયાન ડબલ્યુ સિંહના પરિવારના સભ્યોએ કેટલાક લોકોના નામ જાહેર કર્યા છે. પોલીસે જણાવેલ નામોના આધારે ધરપકડ કરવા માટે દરોડા શરૂ કર્યા છે.જમશેદપુર સિટી એસપી ઋષભ ગર્ગના જણાવ્યા અનુસાર, પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી,

ત્યારબાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં ડબલ્યુ સિંહ નામના વ્યક્તિની લાશ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ પર તેઓએ જણાવ્યું કે હુમલો કરનાર બે આરોપીઓ બાઇક પર સવાર થઈને આવ્યા હતા. આ પ્રાથમિક માહિતી બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું છે.તમને જણાવી દઈએ કે જમશેદપુરમાં છેલ્લા કેટલાક મહિનામાં ફાયરિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે.

લગભગ ૫ મહિના પહેલા ૬ એપ્રિલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. તે બાબત વ્હિસલબ્લોઇંગ સાથે સંબંધિત હતી. વાસ્તવમાં આરપીએફએ મોહમ્મદ અફઝલના ઘરે દરોડો પાડ્યો હતો.આરપીએફને શંકા હતી કે કેટલાક લોકો ફૂડ કોર્પાેરેશન ઓફ ઈન્ડિયા (હ્લઝ્રૈં) ના ચોખાને જુગસલાઈ ખાતે માલસામાન ટ્રેનમાં ઉતારે છે. આ કેસમાં અફઝલને શંકા હતી કે સરફરાઝ નામના યુવકે તેને જાણ કરી હતી.

અફઝલ અને તેના સાથીઓએ સરફરાઝને એક ઘરમાં બંધ કરી દીધો હતો, ત્યારબાદ સરફરાઝનો નાનો ભાઈ હસન ત્યાં પહોંચ્યો અને અફઝલને ગોળી મારી દીધી.૨૦ એપ્રિલે પણ ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે એક કપલ તેમના સ્કૂટર પર ફંક્શનમાંથી પરત ફરી રહ્યું હતું. બે છોકરાઓએ તેને રોક્યો અને લિફ્ટ માંગી. જ્યારે દંપતીએ ના પાડી તો બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યાે. ગુનેગારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક પીડિતાના ખભામાં અને બીજો તેના પગમાં વાગ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.