Western Times News

Gujarati News

કોણ છે રજત દલાલ? જેણે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું

વીડિયોના આધારે પોલીસે રજત વિરુદ્ધ બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગ અને સામાન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો-કાર ટેસ્ટ ડ્રાઈવિંગ માટે લઈ જવામાં આવી હતી, વધુ ઝડપે બાઇકચાલકને ટક્કર મારી

નવી દિલ્હી,  ફરીદાબાદના સરાય ખ્વાજા પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયા પ્રભાવક રજત દલાલ વિરુદ્ધ બેદરકારી અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ કેસ નોંધ્યો હતો. રજત દલાલે સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. રજત દલાલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કહી રહ્યો હતો કે બેદરકારીથી ડ્રાઇવિંગ અને બાઇકર્સને ટક્કર મારવા જેવી ઘટનાઓ રોજની વાત છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ૩૦ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રજત દલાલ નેશનલ હાઈવે પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ૨૫ ફેબ્›આરીના રોજ બની હતી, જ્યારે રજત ફોક્સવેગન કેપિટલ ફરીદાબાદ શોરૂમ, સેક્ટર-૨૭, મેવલા મહારાજપુરથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈ ગયો હતો અને તેને સરાઈ ટોલ સુધી લઈ ગયો હતો.

વીડિયોના આધારે પોલીસે રજત વિરુદ્ધ બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગ અને સામાન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન ઘટના સમયે સ્થળ પર હાજર શોરૂમના તત્કાલીન કર્મચારીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પોલીસે શોરૂમમાંથી વાહનનો રેકોર્ડ મેળવવા પત્રવ્યવહાર પણ કર્યાે હતો.મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસે રજત દલાલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે પત્રવ્યવહાર પણ કર્યાે હતો. વલ્લભગઢની ઈસ્ટ ચાવલા કોલોનીમાં રહેતા રજત દલાલે ૨ સપ્ટેમ્બરે સરાઈ ખ્વાજા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ પોલીસે નિયમો અનુસાર કાર્યવાહી કરી હતી.

પૂછપરછ દરમિયાન રજતે જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પ્રભાવક છે અને નિયમિતપણે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરે છે. તેણે કબૂલ્યું કે ૨૫ ળેબ્રુઆરીના રોજ તેણે ખૂબ જ ઝડપે અને બેદરકારીથી કાર ચલાવી હતી, જેનો વીડિયો તેના મિત્રએ રેકોર્ડ કર્યાે હતો, જે બાદમાં વાયરલ થયો હતો.પોલીસે જણાવ્યું હતું કે રજત દલાલ વિરુદ્ધ ગુજરાતમાં બે કેસ નોંધાયેલા છે અને અન્ય કેસોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.