Western Times News

Gujarati News

આ વર્ષે પણ નવરાત્રિમાં જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ

• ભાડજ, અમદાવાદમાં જય માડી ફાર્મ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે.

શહેરના માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને  તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન “માં નવરાત્રિ”નું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપરસિંગર હોય  પણ પ્રખ્યાત જીગ્નેશ કવિરાજ નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવાના  હોય ત્યારે વિચારવાનું ના હોય. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે.

આ અંગે બોપલ, અમદાવાદ ખાતે આવેલ રાજ થાળમાં આયોજિત કાર્યક્રમમાં માં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જીગ્નેશ કવિરાજે નવરાત્રિમાં આયોજિત થનાર “માં નવરાત્રિ” અંગે માહિતી આપી હતી.

આ વર્ષે ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૈલેયાઓ ગરબા રમવા આતુર છે. આયોજકો માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા દરેક ખેલૈયાઓની સેફટી અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “આપણા ગરબા ટ્રેડિશનને સાચવીને સંગીતમાં થોડા પ્રયોગ કરીને ગરબા પરફોર્મ કરવામાં આવશે. ગરબા રમવા સ્થળ ગરબા રસિકોને પૂરતી જગ્યા પ્રદાન કરશે.

નવરાત્રિના 9 દિવસ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અને 12 જેટલાં ફુડસ્ટોલ્સ પણ હશે. આ એક એવો સમય છે જ્યારે લોકો ભેગા થાય છે, તેમની ચિંતાઓ ભૂલી જાય છે અને આપણી પરંપરા અને વારસાના ધબકાર પર નૃત્ય કરે છે. અમે આ ભવ્ય ઉજવણી રજૂ કરવા માટે રોમાંચિત છીએ, અને અમે દરેકને આનંદ અને ભક્તિની નવ રાત માટે અમારી સાથે જોડાવા માટે આવકારીએ છીએ.”

ગાયક જીગ્નેશ કવિરાજે જણાવ્યું હતું કે, “ખેલૈયાઓ મારા માટે ઊર્જાનું કામ કરે છે અને તેમના થકી જ મને પોઝિટિવ વાઈબ્સ મળે છે. અમદાવાદમાં અલગ અલગ શહેરના લોકો વસે છે, જેથી ગુજરાતના દરેક લોકોને ગરબાની રમઝટ કરાવી શકું તે મારા માટે ગર્વની વાત છે.

ગત વર્ષે અમદાવાદીઓએ  અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે અને આ વર્ષે પણ તેમનો ઉત્સાહ અને પ્રેમ જળવાઈ રહે તેવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. “માં નવરાત્રિ” થકી ગરબાની રમઝટ બોલાવીશું અને લોકોના ગરબા  રમવામાં ઉત્સાહ સાથે આ નવરાત્રીમાં ચાર- ચાંદ લાગી જશે તે તો નક્કી જ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.