Western Times News

Gujarati News

લીમેખડામાં બે ઈંચ વરસાદે સ્થાનિકોને હેરાન પરેશાન

મૂશળધાર વરસાદથી અનેક વિસ્તારમાં ઢીંચણસમા પાણી કર્યા

દાહોદ, દાહોદ જિલ્લાના લીમખેડામાં વરસાદી પાણીના નાળા પરનું દબાણ દૂર કરવા સ્થાનિકોની લીમખેડા ગ્રામ પંચાયત તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નાણા પર કરેલું દબાણ અને સાફ સફાઈ કરવામાં નહીં આવતા લીમખેડામાં આજે વહેલી સવારે વરસેલા ર ઈંચ જેટલા વરસાદના કારણે નાળાની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેથી સ્થાનિકો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

લીમખેડામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લીમખેડામાં રેલવે ગરનાળાની બાજુમાં આવેલા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વરસાદી પાણીના નાળા પર છેલ્લા કેટલાક સમયથી લોકોએ કબજો જમાવતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિકો વહીવટી તંત્રને વારંવારની રજૂઆતના કારણે નાળા પર કરેલા દબાણ પૈકી અંશતઃ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

જો કે, નાળા પર મૂલા બાકડો અને વરસાદી પાણીના નાળામાં જામેલો કચરો સાફ કરવામાં આવ્યો ન હતો જેના કારણે આજે સવારે વરસેલા ર ઈંચ જેટલા ધોધમાર વરસાદના કારણે નાળાની પાછલા ભાગે વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેથી સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં ભારે તકલીફ પડી છે.

લીમખેડા ગ્રામ પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નાળા પર મૂકવામાં આવેલ કેબિન હટાવી અશંતઃ અથવા અધૂરું દબાણ દૂર કરી સંતોષ માન્યો હતો,

ગ્રામ પંચાયત અને માર્ગને મકાન વિભાગની સંપૂર્ણ દબાણ દૂર કરવાની જવાબદારી હોવા છતાં તંત્રના અધિકારીઓ કયાંને કયાંક પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જતાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આખરે નાળા પરનું સંપૂર્ણ દબાણ દૂર કરવાની તસ્દી કેમ ન લીધી તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. જવાબદાર અધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નાળા પર કરવામાં આવેલ દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.