Western Times News

Gujarati News

કંગના રનૌતની ‘ઇમરજન્સી’ પર પંજાબી સ્ટાર્સે કહ્યું, હોમવર્ક વગર કંઈ ન કરો

મુંબઈ, પંજાબની ધાર્મિક સંસ્થા એસજીપીસીએ આ ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા છે. હવે પ્રખ્યાત પંજાબી ફિલ્મ સ્ટાર્સે પણ આ ફિલ્મ સામે મોરચો ખોલ્યો છે. એસજીપીસી દ્વારા ફિલ્મનો વિરોધ કરવા અંગેના આજતકના સવાલ પર પંજાબી સુપરસ્ટાર ગિપ્પી ગ્રેવાલે કહ્યું, “જો કોઈ વિષય પર તમારું હોમવર્ક યોગ્ય ન હોય તો તમારે પહેલા પૂછવું જોઈએ. પંજાબમાં ઘણી ફિલ્મો બને છે અને તેમની ટીમો અહીં આવે છે.

એસજીપીસી સાથે કન્સલ્ટિંગ કરે છે. હોમવર્ક વિના જાતે કંઈપણ કરવું ખોટું છે.” ગિપ્પી ગ્રેવાલની પંજાબી ફિલ્મ ‘અરદાસ’ ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

પોતાની ફિલ્મની સેન્સરશિપ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું, “ફિલ્મ બનાવતા પહેલા અને ફિલ્મ બનાવ્યા પછી, અમે અમારી આખી સ્ક્રિપ્ટ હુઝૂર સાહેબને સબમિટ કરી હતી અને તેમને કહ્યું હતું કે બધુ બરાબર છે કે કેમ. ફિલ્મ પૂરી થયા પછી સેન્સર અમે તેને ગુરુ સાહેબને બતાવતા પહેલા, તેમણે અમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું અને પછી અમે તેને સેન્સર બોર્ડમાં રજીસ્ટર કરાવ્યું.”

ફેમસ કોમેડિયન અને પંજાબના સુપરસ્ટાર ગુરપ્રીત ઘુગ્ગીએ પણ કંગના રનૌતની ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા હતા. પંજાબના ધાર્મિક સંગઠનો દ્વારા ફિલ્મને લઈને ઉઠાવવામાં આવેલા વાંધાના સવાલ પર ગુરપ્રીત ઘુગ્ગીએ કહ્યું હતું કે, “અમે પણ આ પ્રદેશના છીએ અને ફિલ્મો બનાવીએ છીએ. અમે મનોરંજન માટે ફિલ્મો બનાવીએ છીએ પરંતુ જો હું તેમાં કોઈ એજન્ડા લાવું તો તે ખોટું છે.”

સિનેમાનો દુરુપયોગ ન થવો જોઈએ. “જ્યારે તમે ઐતિહાસિક તથ્યો પર કામ કરો છો અને તમારું સંશોધન ઓછું છે, તો પ્રેક્ષકો અને ધાર્મિક સંસ્થા તેના માટે જવાબદાર નથી. તમારી પાસે ઐતિહાસિક તથ્યો હોવા જોઈએ અને તમારે વાસ્તવિક તથ્યો પર વાત કરવી જોઈએ.

જે ટીઝર લાન્ચ કરવામાં આવ્યું છે તેમાં હું જે સમજું છું તેના પરથી તેઓએ કેટલીક એવી વસ્તુઓ મૂકી છે જેના પર વાંધો આવવાનો જ છે અને લોકો તેનો વિરોધ કરશે. જો તેઓ વિચારે છે કે આવી ફિલ્મો રિલીઝ થશે તો મને શંકા છે.

ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ‘ઇમરજન્સી’ને લઈને હોબાળો મચી ગયો છે. પંજાબના શીખ સંગઠનોનો આરોપ છે કે ફિલ્મમાં શીખોની ખોટી છબી બતાવવામાં આવી છે. કંગનાએ ‘ઇમરજન્સી’માં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અભિનેતા હોવા ઉપરાંત તે તેના નિર્દેશક અને નિર્માતા પણ છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.